મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ
Breaking news
Morbi Today

વાંકાનેરના પાડધરા પાસે બેલાની ખાણમાં ઊંચાઈ ઉપરથી નીચે પડી જતા આધેડનું મોત


SHARE







વાંકાનેર તાલુકાના પાડધરા ગામે આદર્શ પટેલની બેલાની ખાણમાં ઊંચાઈ ઉપરથી નીચે પાણી ભરેલ ખાડામાં પડતા આધેડનું મોત નિપજ્યુ હતુ જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના પાડધરા ગામે રહેતા બાધાભાઈ જાદુભાઈ ડૈણીયા (50) નામના આધેડ પાડધરા ગામ નજીક આવેલ આદર્શ પટેલની બેલાની ખાણમાં અકસ્માતે ઊંચાઈ ઉપરથી નીચે પાણી ભરેલા ખાડામાં પડી ગયા હતા જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે તથા માથામાં અને શરીરે ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જેથી બાધાભાઈ ડૈણીયાના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની ઘનશ્યામભાઈ ડૈણીયા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્મૃતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News