મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

ટંકારાના મિતાણા પાસે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા વૃદ્ધનું મોત


SHARE







ટંકારાના મિતાણા પાસે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા વૃદ્ધનું મોત

ટંકારા રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ મીતાણા પાસે મંદિર સામેથી વૃદ્ધ પોતાનું બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે તેઓને હડફેટ લેતા અકસ્માત થયો હતો અને તે બનાવમાં વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતુ અને હાલમાં આ બનાવમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ ટંકારા તાલુકાના પ્રભુનગર ગામના રહેવાસી અને હાલમાં એસઆરપીએફ કેમ્પ બ્લોક નં- 40 ઘંટેશ્વર રાજકોટ ખાતે રહેતા રમેશભાઈ ગોપાલભાઈ ગજેરા (37)એ ગાડી નંબર જીજે 3 ઇસી 6513 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ટંકારા રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ મીતાણા ગામ પાસે બહુચરાજી માતાજીના મંદિર સામે રસ્તા ઉપર થી તેઓના પિતા ગોપાલભાઈ ગજેરા બાઈક નંબર જીજે 36 એબી 3318 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કારના ચાલકે તેઓના બાઇકને હડફેટે  લીધૂ હતું જેથી અકસ્માત થયો હતો અને તેમાં ફરિયાદીના પિતાને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બાઇક ચોરી

વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં રેલ્વે સ્ટેશન પાસે કન્યા શાળાના ગેટ નજીક હિરેનગીરી મનસુખગીરી ગોસ્વામી (40)એ પોતાનું બાઈક નંબર જીજે 36 પી 2251 પાર્ક કરીને મૂક્યું હતું જે 20 હજાર રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

વરલી જુગાર

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સેન્સો ચોકડી પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેતા હતા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કમલેશભાઈ કેશાભાઈ અઘારા (21) રહે. સરતાનપર અને રાહુલભાઈ જગાભાઈ ઝરવરીયા (28) રહે. તરકીયા વાળા જુગારના આંકડા લેતા મળી આવ્યા હોય પોલીસે 670 ની રોકડ કબજે કરી હતી અને બંને શખ્સોને પકડીને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે






Latest News