મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પરણીતાને શરરિક માનસિક ત્રાસનો કેસ કોર્ટમાં ચાલી જતાં પતિ સહિત ૬ નો નિર્દોષ છુટકારો


SHARE







મોરબીમાં પરણીતાને શરરિક માનસિક ત્રાસનો કેસ કોર્ટમાં ચાલી જતાં પતિ સહિત ૬ નો નિર્દોષ છુટકારો

મોરબી નાની વાવડી ગામે પરણીતાને શરરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાયેલ હતી અને ૬ વ્યક્તિ સામે ગુનો નોંધાયેલ હતો. જે કેસ કોર્ટમાં ચાલી ગયો હતો તેમાં આરોપીઓના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે તમામ આરોપીને નીદોર્ષ છોડી મૂકવાનો આદેશ કરવામાં આવેલ છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તા. ૨૩/૦૯/૨૦૧૭  નાં રોજ ફરિયાદી સંગીતાબેન પ્રેમજીભાઈ કાવરે એવી ફરીયાદ કરી હતી કે, આરોપીઓએ ફરિયાદીને દુઃખ ત્રાસ આપી માર મારવાની તેમજ તેમની ગેરહાજરીમાં  તેમના પતિ પ્રેમજીભાઈ ગણેશભાઈ કાવરે  બીજા લગ્ન કરેલ અને ફરીયાદીનો  ત્યાગ કરેલ હોય તથા બીજા આરોપીઓએ  એકબીજાની મદદરૂપ થઈ આરોપીઓએ ગુનો કરેલ હતો અને તે બાબતનો ગુનો રજીસ્ટર કરી પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી અને આ કામના આરોપીઓ અંગેનો કેશ મોરબીના જુડીશ્યલ મેજિસ્ટ્રેટ  સાહેબની કોર્ટમાં શરૂ થયેલ હતો અને આ કામના આરોપી પ્રેમજીભાઈ ગણેશભાઈ કાવર, માધવી રમેશભાઈ  રાજકોટીયા, ગણેશભાઈ ગોવિંદભાઈ કાવર, કાંતિભાઈ હીરાભાઈ અઘારા, અરજણભાઇ વનુભાઈ ફૂલતરિયા, રમેશભાઈ કેશવજીભાઇ અઘારા વતી મોરબી જીલ્લાના યુવા વકીલ વિજયકુમાર વી. શેરશિયા રોકાયેલ હતા. અને કોર્ટમાં દલીલ અને તમામ પુરાવાના અંતે આરોપીઓ વિરુદ્ધ કોઈ પુરતો પુરાવો ન હતો જેથી આરોપીઓને નિર્દોષ છોડવા હુકમ કરેલ છે આ કેસમાં આરોપીના વકીલ તરીકે વિજયુમાર વી. શેરશિયા રોકાયેલ હતા.






Latest News