મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો મોરબીનો સિરામિક ઉદ્યોગ યુએસ સહિતના દેશોમાં એક્સપોર્ટ માર્કેટ ગુમાવે તેવા તેવા સંકેત, કન્ટેનરના ડેમરેજ-સરચાર્જ સામે એક્સપોર્ટરો માટે રાહતના સમાચાર સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના વાંકાનેર વિધાનસભા આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કરવામા આવ્યું


SHARE











મોરબી જીલ્લાના વાંકાનેર વિધાનસભા આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કરવામા આવ્યું

મોરબી જીલ્લાના વાંકાનેર શહેર મા શહેર તેમજ તાલુકાના લોકોના સુખાકારી માટે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું 2022 વિધાનસભા ચૂંટણી સમયે વાંકાનેર વિધાનસભાના લોકો દ્વારા આમ આદમી પાર્ટી પર ભરોસો મૂકીને 54000 જેટલું મતદાન કરી પાર્ટી નો જુસ્સો વધારેલ આ બદલ પાર્ટીની પણ જવાબદારીના ભાગ રૂપે વાંકાનેરના લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા તેમજ ભષ્ટાચારને ઘર ભેગા કરવા પાર્ટી કાર્યાલયનું ઓપનિંગ કરવામા આવ્યું છે આ કાર્યાલયે દરરોજ સવારે 10 થી 1 લોકો પોતાના પ્રશ્નો રજૂ કરવા આવી શકશે લોકોના પ્રશ્નોનુ તાત્કાલીક નિરાકરણ પણ લાવવામાં આવશે આ સમયે મોરબી જીલ્લાના આગેવાનો પંકજ રાણસરિયા, જિલ્લાના પ્રમુખ મહાદેવભાઈ પટેલ, ચંદ્રકાંત વિરમગામા, અર્જુનસિંહ વાળા,પંકજ આદ્રોજા, વિરજીભાઈ ચાવડા, દિવ્યેશ મગુનીયા, રમેશ સદાતિયા, ચેતન લોરિયા તેમજ વાંકાનેરના આગેવાનો અલી હાજી સાહેબ, ગનીભાઇ બાદી, કાનજીભાઈ ગોરિયા, તોફિક ભાઈ અમરેલિયા ,સમગ્ર વાંકાનેર આમ આદમી પાર્ટીની ટીમ તેમજ મોટી સંખ્યા મા કાર્યકર્તા, સરપંચો તેમજ સાથી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા






Latest News