ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આવેલ સાગર ડેમ બે કરોડના ખર્ચે સંપૂર્ણ રીપેર કરાશે: કાંતિભાઈ અમૃતિયા


SHARE







મોરબી જીલ્લામાં આવેલ સાગર ડેમ બે કરોડના ખર્ચે સંપૂર્ણ રીપેર કરાશે: કાંતિભાઈ અમૃતિયા

વેણાસર-કુંભારિયા માટે આશીર્વાદ સમાન સાગર ડેમ સંપૂર્ણ રીપેર કરવામાં આવશે અને તેમાં વિપુલ પ્રમાણમા પાણીનો સંગ્રહ થશે તેવી માહિતી મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાએ આપેલ છે 

અંદાજે બે દાયકા પહેલા માળિયા તાલુકામાં વેણાસર-કુંભારીયા અને આસપાસના વોંકળાનું વરસાદી પાણી સમુદ્રમાં વહી જતું હતું તેને અટકાવવા વન વિભાગ દ્વારા સાગર ડેમ બનાવવામાં આવેલ છે જેને લઈને ખેડૂતોને પણ ફાયદો થયો અને સમુદ્રની ખારાશ પણ આગળ વધતા અટકી છે. અને કાળક્રમે સાગર ડેમ બિસ્માર હાલતમાં થતા ઉપયોગમાં આવતો ન હતો. જેથી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સરકારમાં રજૂઆત કૃ હતી જેથી અંદાજે 2 કરોડના ખર્ચે સંપૂર્ણ પણે ડેમને રીપેર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ડેમમાં પુનઃ વિપુલ જથ્થામાં પાણી સંગ્રહ થશે.જેનો લાભ વેણાસર અને કુંભારીયા તથા આસપાસના ગામોને મળશે.






Latest News