ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં હર્ષોલ્લાસથી મનુષ્ય ગૌરવ દિનથી ઉજવણી


SHARE







વાંકાનેરમાં હર્ષોલ્લાસથી મનુષ્ય ગૌરવ દિનથી ઉજવણી

19 ઓકટોબર એટલે મનુષ્ય ગૌરવ દિન પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (દાદાજી)નો જન્મદિવસ, જેમણે આખું વિશ્ર્વ મનુષ્ય ગૌરવદિન તરીકે હર્ષોઉલ્લાસથી ઉજવે છે. આ વૈશ્ર્વિક મહાપુરૂષે ત્રિકાળ સંધ્યાના મહામંત્રથી લાખો માનવ જીવન બદલાવ્યા છે. માનવ્યને ખરા અર્થમાં હ્વદયસ્થ ભગવાનની સમજણ આપીને મનુષ્યનું ગૌરવ નિર્માણ કર્યુ છે.

આ મનુષ્ય ગૌરવ દિનની ઉજવણી કરવા હજારો સ્વાધ્યાયીઓએ છ દિવસ ગામડે ગામડે પોતાનો ટાઈમ, ટિફિન, અને ટિકિટ લઈને ભકિત ફેરીના માધ્યમથી હજારો ગામડાઓમાં હ્વદયસ્થ ભગવાનનો વિચાર લઈને જવાનો પ્રયત્ન કર્યો છે. આવી રીતના આવા કળી કાળમાં નિ:સ્વાર્થ ભાવે માણસને સહજ મળવા જવું એક વિશ્ર્વની અજાયબી છે.

વાંકાનેર તાલુકામાં દેવી પુજક વિસ્તારમાં પણ ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. મંત્રમુગ્ધ બની જાય તેવી બાળકોની ભાવવંદના અને અંતમાં હજારો મીણબત્તીનો નજારો, જેમાં મનુષ્ય ગૌરવની પાંડુરંગી જયોત પ્રગટતી હતી. 






Latest News