ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના માધાપરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પકડાયા


SHARE







મોરબીના માધાપરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પકડાયા

મોરબીમાં માધાપર શેરી નંબર 15 ના નાકા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે કુલ મળીને પાંચ શખ્સો મળી આવ્યા હોય પોલીસે 12,750 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના માધાપર શેરી નંબર 15 પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા બીપીન અંબાલાલભાઈ ઝાલરીયા (56) રહે. તુલસીકુંજ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 601 કામધેનુ પાર્ટી પ્લોટની સામે મોરબી, રમેશ ખોડાભાઈ પરસાડીયા (55) રહે. માધાપર શેરી નંબર 17 મોરબી, કિશોર મોહનભાઈ કાથરાણી (55) રહે. સેન્ટ મેરી સ્કૂલ પાસે સર્વોદય પાર્ક મોરબી, ઇન્દુભાઈ સવજીભાઈ લાંધણોજા (74) રહે. રંગ ધરતી એપાર્ટમેન્ટ ક્રિષ્ના સ્કૂલની બાજુમાં રવાપર મોરબી અને પંકજ હસમુખભાઈ લાંધણોજા (32) રહે. માધાપર શેરી નંબર 16 વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 12,750 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવીજન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

એક બેટલ દારૂ

મોરબીના સનાળા ઘુનડા રોડ ઉપર તળાવ પાસેથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસ સો રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે હિમાંશુભાઈ રમેશચંદ્ર ભટ્ટ (37) રહે. અવની ચોકડી પાસે મોરબી વાળા ની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

બે બિયરના ટીન

મોરબીમાં શ્રદ્ધા પાર્ક સોસાયટી તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બિયરના બે ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 232 ની કિંમતના બિયરના ટીન કબજે કર્યા હતા અને અંકિત અરુણભાઈ રાઠોડ (34) રહે શ્રદ્ધા પાર્ક સોસાયટી શેરી નં-૨ નવલખી રોડ મોરબી વાળાને પકડીને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે






Latest News