મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સંકલનની બેઠકમાં સરકારી લેણાંની વસુલાત ઝડપી-અસરકારક કાર્યવાહી કરવાની કડક સૂચના આપતા કલેક્ટર


SHARE











મોરબી જિલ્લા સંકલનની બેઠકમાં સરકારી લેણાંની વસુલાત ઝડપી-અસરકારક કાર્યવાહી કરવાની કડક સૂચના આપતા કલેક્ટર

મોરબીમાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અઘ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા સંકલન સમિતિના ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવી હતી. સાંસદ અને ધારાસભ્યઓ દ્વારા જનહિત માટે રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અન્વયે કાર્યક્ષમ કામગીરી કરવા જિલ્લા કલેક્ટરએ વહીવટી તંત્રના તમામ અધિકારીઓને કડક સૂચના આપી હતી.

આ બેઠકની શરૂઆતમાં જ કલેક્ટરએ જિલ્લાની તમામ કચેરીઓમાં ૧૦:૩૦ પહેલા તમામ અધિકારી અને કર્મચારીઓ હાજર થઈ જાય અને ૧૦:૩૦ સુધીમાં કચેરીની કામગીરી શરૂ થઈ જાય તથા સાંજે ૦૬:૧૦ સુધી કામગીરી શરૂ રાખી ૦૬:૧૦ પહેલા કોઈ પણ અધિકારી કે કર્મચારીઓ કચેરી ન છોડે તે માટે તમામ કચેરીઓના વડાઓને તકેદારી રાખવા ગંભીરતાપૂર્વક તાકીદ કરી હતી. જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારીઓને સરકારી લેણાંની વસુલાત માટે કાયદાકીય જોગવાઈ હેઠળ ઝડપી અને અસરકારક કાર્યવાહી કરવા કલેક્ટરએ સૂચના આપી હતી.

મોરબી જિલ્લાના ઔદ્યોગિક એકમો માટે પાણીની વ્યવસ્થા અંગે તેમણે પૃચ્છા કરી ઔદ્યોગિક પાણી જોડાણ અંગે યોગ્ય વ્યવસ્થા કરવા માટે તથા જિલ્લામાં મામલતદાર કચેરી સિવાય અન્ય તમામ ઉપલબ્ધ આધારકાર્ડની કીટનો લોકહિતાર્થે ઉપયોગ થાય તે માટે જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પણ તેમણે  સૂચન કર્યા હતા. માળીયા તાલુકામાં વરસાદી સીઝનમાં સર્જાતી પરિસ્થિતિ નિવારવા સબંધિત વિભાગોને સોંપવામાં આવેલી કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા, ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને વાંકાનેર-કુવાડવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર સહિતના અધિકારી હાજર રહ્યા હતા.






Latest News