ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના આણંદપર ગામે ખાણમાં શરીર ઉપર પથ્થર પડતા યુવાનનું મોત


SHARE







વાંકાનેર તાલુકાના આણંદપર ગામે ખાણમાં શરીર ઉપર પથ્થર પડતા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના આણંદપર ગામ નજીક આવેલ ખાણમાં શિવ શક્તિ સ્ટોન ખાતે યુવાન ઉપર પથ્થર નો ભાગ પડ્યો હતો જેથી કરીને તેને ગંભીર ઈજા થઈ હતી ને ઇજાગ્રસ્ત હાલતમાં તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના આણંદપર ગામે રહેતો દિલીપભાઈ જોગીભાઈ સિંગાડીયા ( 18);નામનો યુવાન આણંદપર ગામ નજીક આવેલ ખાણમાં શિવ શક્તિ સ્ટોન ખાતે કામ કરી રહ્યો હતો ત્યારે ત્યાં પથ્થરનો ભાગ તેના પગ ઉપર પડતા યુવાનને શરીર ઇજા થઈ હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તે યુવાનના મૃત દેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ અકસ્માતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારીમાં ઇજા

મોરબીની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા કમલેશભાઈ હીરાભાઈ (38) નામના યુવાનને શાપર પાસે આવેલ રાધાકૃષ્ણ કારખાનામાં મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા સારવારમાં

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરા નગરમાં રહેતા જબુબેન ડાયાભાઈ ચૌહાણ (૫૦) નામના મહિલા લક્ષ્મીનગર ગામે પંચાયત ઓફિસ પાસેથી ચાલીને પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં ઈજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News