મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં જલારામ એપાર્ટમેંટના ગુપ્ત ભોંયરા-ફ્લેટમાંથી 404 બોટલો દારૂ- 164 બિયરના ટીન સાથે એકની ધરપકડ: એકની શોધખોળ


SHARE











મોરબીમાં જલારામ એપાર્ટમેંટના ગુપ્ત ભોંયરા-ફ્લેટમાંથી 404 બોટલો દારૂ- 164 બિયરના ટીન સાથે એકની ધરપકડ: એકની શોધખોળ

મોરબીના રણછોડનગર પાસે આવેલ જલારામ પાર્ક એપાર્ટમેન્ટમાં ફળિયાના ભોંય તળિયે બનાવેલ ગુપ્ત ભોંયરામાં એલસીબી પીઆઇને મળેલ ચોક્કસ હકીકતના આધારે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની 404 બોટલો તેમજ 164 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 2,78,802 રૂપિયાની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને એક આરોપીની સ્થળ ઉપરથી એલસીબીની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જો કે, માલ આપનાર શખ્સનું નામ પણ સામે આવ્યું હોય તેને પકડવા માટે થઈને પોલીસે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એલસીબીના પીઆઈ એમ.પી. પંડ્યાને મળેલ હકીકત આધારે એલસીબીની ટીમ દ્વારા મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર પાસે જલારામ પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા સાગર કાંતિભાઈ પલાણના રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે તેના રહેણાંક મકાનમાંથી તથા એપાર્ટમેન્ટમાં બનાવવામાં આવેલ ગુપ્ત ભોયરામાંથી દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 404 બોટલો તેમજ બિયરના 164 ટીન આમ કુલ મળીને 2,78,802 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી સાગરભાઇ કાંતિભાઈ પલાણ (32) રહે. રણછોડનગર પાસે જલારામ એપાર્ટમેન્ટ રૂમ નંબર 15 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો તેણે કૌશિક ઉર્ફે લાલો નિમાવત રહે. વાવડી તાલુકો મોરબી વાળાએ આપેલ હોવાનું સામે આવતા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને શખ્સની સામે ગુનો નોંધીને દારૂનો જથ્થો આપનારા શખ્સને પકડવા માટે થઈને પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.

3 બોટલ દારૂ

મોરબીના બાયપાસ રોડ ઉપર ભક્તિનગર પાસે આવેલ પુલના છેડે આવેલા નીલકંઠ સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં દુકાન ધરાવતા શૈલેષભાઈ પુનાભાઈ વાળાની દુકાન નંબર-1 માં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે દુકાનમાંથી દારૂની ત્રણ બોટલો મળી આવી હતી જેથી પોલીસે 3,000 ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી સરદારભાઈ નમનભાઈ પરમાર (40) ધંધો સિક્યુરિટી રહે. નીલકંઠ સ્ક્વેરમાં સનાળા મોરબી મૂળ રહે. દાહોદ વાળાની ધરપકડ કરી હતી અને જે દુકાનમાંથી દારૂની બોટલો મળી આવી હતી તે દુકાન શૈલેષભાઈ પુનાભાઈ વાળા રહે. મુરલીધર હોટલ પાછળ સનાળા વાળાની હોવાનું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News