વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીમાં ગરીબોના ઘરમાં દિવળા પ્રગટાવવા યંગ ઇન્ડિયા ગ્રુપની અનોખી પહેલ


SHARE







મોરબીમાં ગરીબોના ઘરમાં દિવળા પ્રગટાવવા યંગ ઇન્ડિયા ગ્રુપની અનોખી પહેલ

હાલમાં મોટા શોરૂમશોપિંગ મોલમાં ખરીદીનો જબરો ક્રેઝ છે.ત્યારે શહેરમાં ઠેક ઠેકાણે પાથરાણા કે રેકડી-કેબિનમાં વિવિધ ચીજવસ્તુઓ વેંચતા સામાન્ય વર્ગના ધંધાર્થીઓ પાસેથી લોકો ખરીદી કરીને તેમના ઘરમાં દિવાળીના દીપ પ્રગટાવે એ હેતુથી મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપે આ નાના માણસો પાસેથી શોપિંગ કરવાનું અનેરું અભિયાન ચલાવ્યું હતું.

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દિવાળી નિમિતે સામાન્ય વર્ગના વેપારીઓના મનમાં પણ દિવાળીની રોનક ખીલવવાનો સકારાત્મક પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં દિવાળી નિમિતે શહેરના નહેરુ ગેઇટ સહિતના બજાર વિસ્તારમાં ઘણા સામાન્ય માણસો પાથરાણા પથારીને દિવડા-કોડિયાફુલહાર તોરણઘર સુશોભનની સહિતની અનેક નાની-મોટી ચીજવસ્તુઓનો વેપાર કરે છે.તેમજ અમુક સામાન્ય વર્ગના લોકો રેકડી કે કેબિનમાં આવી વસ્તુઓ વેચે છે. ત્યારે આવા સાવ નાના વર્ગના માણસોનું ખમીર જળવાઈ રહે તેમજ તેમને સ્વનિર્ભર બનવા માટે પ્રોત્સાહન પૂરું પાડવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ સભ્યોએ પોતાના પરિવાર માટે કોઈ શોપિંગ મોલ કે મોટા શો રૂમને બદલે આવા પાથરાણાવાળા લોકો પાસેથી દિવાળીનું શોપિંગ કર્યું હતું અને એ લોકોના ચહેરા પણ દિવાળીની ખુશીઓની કોઈ સીમા રહી ન હતી.

યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ આ અભિયાન અંગે જણાવ્યું હતું કેલોકો શોપિંગ મોલ અને મોટી દુકાનોમાં ખરીદી કરવાની સાથે આ નાના લોકો જેઓ પણ સામાન્ય વેપારીઓ હોય તેમની પાસે પણ ખરીદી કરીને તેમને સ્વનિર્ભર બનાવની તક આપે તેવો અમારો આ અભિયાન પાછળનો ઉદ્દેશ્ય છે. અને એકબીજાને ખુમારી પૂર્વક મદદરૂપ થઈને તહેવારની ઉજવણી કરવી એ જ તહેવારોનું સાચું સોહાર્દ છે. આથી આ રીતે દિવાળીના દીપ અમે ગરીબોના ઘરે પ્રગટાવીને એમને પણ તહેવારોની ઉજવણી કરવાનો અવસર આપ્યો છે.




Latest News