ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની બાળા જિલ્લા કક્ષાના કલાઉત્સવના કાવ્ય લેખન પઠનમાં પ્રથમ


SHARE







મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની બાળા જિલ્લા કક્ષાના કલાઉત્સવના કાવ્ય લેખન પઠનમાં પ્રથમ

શાળાની બાળા હેન્સી પરમાર જિલ્લાકક્ષાએ કાવ્ય લેખન પઠનમાં પ્રથમ

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવા માટે તેમજ વિદ્યાર્થીઓમાં રહેલી કલાઓને વિકસાવવા માટે અનેકવિધ સહઅભ્યાસીક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.જેમાં વિદ્યાર્થીઓ પોતાના રહેલી  શક્તિઓ બહાર લાવે છે.

તે અન્વયે જી.સી.ઈ. આર.ટી. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન-મોરબી પ્રેરિત અને બીઆરસી ભવન-મોરબી આયોજિત કલા મહોત્સવ અંતર્ગત શાળાકક્ષા, કલસ્ટર કક્ષા,બ્લોકકક્ષા,જિલ્લાકક્ષા અને  રાજયકક્ષા સુધી પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં ગાયન, વાદન,ચિત્ર અને કાવ્ય લેખન તથા પઠનની સ્પર્ધા યોજવામાં આવે છે જેમાં પ્રાથમિક વિભાગમાં જિલ્લાકક્ષાનો કલા ઉત્સવ મોડેલ સ્કૂલ હળવદ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં કાવ્ય લેખન અને પઠન વિભાગમાંથી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થીની હેન્સી દિલીપભાઈ પરમાર કે જેની વકતૃત્વ શૈલી પણ બેનમૂન છે તે પોતાની યુ-ટ્યુબ ચેનલ હેન્સી પરમાર રાષ્ટ્રીય અને ધાર્મિક તહેવારોનું મહાત્મીય રજૂ કરતા સુંદર વક્તવ્ય મૂકે છે એ હેન્સી પરમારનો કાવ્ય લેખન અને પઠનમાં જિલ્લાકક્ષાએ પ્રથમ નંબર આવતા શાળાનું અને પરિવારનું ગૌરવ વધારતા હેન્સીને અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને જિલ્લાકક્ષાએ સર્વોત્તમ દેખાવ કરી હવે પછી ઝોન કક્ષાએ પણ મોરબીનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે.






Latest News