ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીની ઉમિયા નવરાત્રિમાં આજે અને કાલે સૂચિતા વ્યાસની જમાવટ: અઘોરી ગ્રૂપ અને પ્રિયા સરૈયા પણ આવશે


SHARE







મોરબીની ઉમિયા નવરાત્રિમાં આજે અને કાલે સૂચિતા વ્યાસની જમાવટ: અઘોરી ગ્રૂપ અને પ્રિયા સરૈયા પણ આવશે

સિરામિક સીટી તરીકે વિશ્વભરમાં જાણીતા મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી શક્તિની આરાધનાના પર્વ એટલે કે નવરાત્રી દરમ્યાન ઉમિયા નવરાત્રિ મહોત્સવના આયોજકો દ્વારા બહારથી કલાકારોને બોલાવવામાં આવે છે ત્યારે ગઇકાલે માટલાં ઉપર માટલું ફેઇમ જીગર ઠાકોર મોરબી ઉમિયા નવરાત્રિમાં જમાવટ કરી હતી અને આજે તેમજ આવતી કાલે સૂચિતા વ્યાસના સુર સાથે ખેલૈયાઓને ગરબે રમશે.

મોરબીમાં પાટીદાર સમાજના આગેવાનો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ઉમિયા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓ તેના પરિવારજનો સાથે આવતા હોય છે અને નવરાત્રી ઇન્જોય કરે છે દર વર્ષે આ અર્વાચીન રાસોત્સવમાં નામી કલાકારોને બોલાવવામાં આવે છે ત્યારે આ વર્ષના કલાકારોની વાત કરીએ તો ગઇકાલે માટલાં ઉપર માટલું ફેઇમ જીગર ઠાકોર મોરબી ઉમિયા નવરાત્રિમાં આવ્યો હતો અને તેના સુરે ખેલૈયાઓ ગરબે ઘૂમયા હતા.

હવે આજે અને આવતીકાલે પ્રખ્યાત સિંગર સૂચિતા વ્યાસ ઉમિયા નવરાત્રીમાં આવશે અને તા ૮ ના રોજ અધોરી ગ્રૂપ અને તા ૧૧ ના રોજ પ્રિયા સરૈયાને બોલાવવામાં આવેલ છે અને તેઓના સૂરે મોરબીના ખેલૈયાઓ ઉમિયા નવરાત્રિમાં ગરબે ઘૂમશે. ઉલેખનીય છે કે, ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા ગરબા રમવા માટે સુંદર આયોજન મોરબીમાં કરવામાં આવે છે જેથી ઉમિયા નવરાત્રી મહોત્સવમાં હજારોની સંખ્યામાં લોકો તેના પરિવારજનોની સાથે ગરબે રમવા માટે આવે છે અને માતાજીની આરાધના સાથે ગરબે ઘુમવાની મજા પણ માણે છે.






Latest News