ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના નાનીવાવડી પાસેથી દારૂની સાત બોટલ સાથે એકની ધરપકડ, માલ આપનારની શોધખોળ


SHARE







મોરબીના નાનીવાવડી પાસેથી દારૂની સાત બોટલ સાથે એકની ધરપકડ, માલ આપનારની શોધખોળ

મોરબી નજીકના નાનીવાવડી ગામ પાસે આવેલ કબીર આશ્રમથી પંચાસર તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની સાત બોટલો મળી આવી હતી જેથી પોલીસે 3,878 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને માલ આપનાર શખ્સનું નામ સામે આવ્યુ હોય હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ગુનો નોંધી પોલીસે દારૂ આપનાર શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના નાનીવાવડી ગામે આવેલ કબીર આશ્રમથી પંચાસર તરફ જવાના રસ્તા ઉપર કેનાલ રોડ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની સાત બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 3,878 ની કિંમતની દારૂની બોટલો સાથે આરોપી ભરતસિંહ ગંભીરસિંહ જાડેજા (41) રહે. મારુતિનગર શેરી નં-1 નાની વાવડી મોરબી મૂળ રહે. તરાણા તાલુકો જોડીયા વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં તેને આ દારૂની બોટલો સાગરભાઇ ધીરુભાઈ ચાવડા રહે. રણછોડનગર મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે હાલમાં બંને શખ્સોની સામે ગુનો નોંધ્યો છે અને દારૂ આપનાર શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બાળકી સારવારમાં
મોરબીના શનાળા રોડ નવા બસ સ્ટેશન પાછળ આવેલા ઋષિકેશ એપાર્ટમેન્ટમાં વોચમેન તરીકે કામ કરતા અને ત્યાં જ રહેતા રાકેશભાઈ બીકે નામના નેપાળી યુવાનની એક વર્ષની બાળકી ઇસનીયા તેના ઘરે રમી રહી હતી ત્યારે ગરમ દાળના તપેલામાં દાઝી ગઈ હતી.જેથી સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.જ્યારે મોરબીના રવાપર રોડ ઉપર રહેતા છનીબેન બાવાભાઈ સલાટ નામની ૪૦ વર્ષીય મહિલાને રવાપર રોડ ખાતે તેના પતિ દ્વારા માર મારવામાં આવતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.






Latest News