ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના જુના બસ સ્ટેશન પાસે વાહનના ફેરા બાબતે ઝઘડા બાદ બે લોકો વચ્ચે સામસામી મારામારી


SHARE







મોરબીના જુના બસ સ્ટેશન પાસે વાહનના ફેરા બાબતે ઝઘડા બાદ બે લોકો વચ્ચે સામસામી મારામારી

મોરબીના જુના બસ સ્ટેશનની સામેના ભાગેથી અને પાછળના ભાગેથી (પોલીસની મીઠી નઝર હેઠળ ગેર કાયદેસર રીતે) વાહનો ભરાતા હોય છે. ત્યાં બે ડ્રાઇવરો વચ્ચે વાહનમાં પેસેન્જર ભરવા અને વાહનના ફેરા કરવા બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો અને બાદમાં સામસામે મારામારી થઈ હતી.જે અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બંને પક્ષેથી ફરીયાદ નોંધી આ બાબતે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે શહેરના જુના બસ સ્ટેશન સામેના ભાગે તા.૩-૧૦ ના બપોરે બે વાગ્યે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં વાહનોના ફેરા ભરવા બાબતે થયેલ બોલાચાલી બાદ સામસામે ઢીકાપાટુ વડે મારામારી થઈ હતી.જેમાં એક પક્ષેથી અનવર હુસેન જુવારિયા જાતે માજોઠી (૪૨) રહે.કાલિકા પ્લોટ જમાતખાના પાસે વાળાએ ઈકબાલ ઇસા જૂનાચ રહે.ભવાની સોડાવાળી શેરી રવાપર રોડ વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી.તો સામેના પક્ષેથી ઈકબાલભાઈ ઈશાભાઈ જુનાચ (ઉંમર ૬૦) રહે.રવાપર રોડ ભવાની સોડા વાળી શેરી વાળાએ અનવર હુસેન જુવારીયા માજોઠી કાલિકા પ્લોટ સામે ફરિયાદ નોંધાવી હતી.જેમાં બંને પક્ષેથી ફેરા ભરવા બાબતે બોલાચારી થયા બાદ ઢીકાપાટા વડે મારામારી કરવામાં આવી હોવા અંગે ફરિયાદો નોંધાવવામાં આવેલી હોય હાલ બીટ વિસ્તારના જમાદાર અશ્વિનભાઈ ઝાપડિયા દ્વારા સામસામે ફરિયાદ લઈ આગળની તપાસ શરૂ કરી છે.

પતિએ માર મારતા સારવારમાં

મોરબીના લાયન્સનગર પાસે આવેલ વિજયનગર વિસ્તારમાં રહેતા મંજુબેન પ્રવીણભાઈ પરમાર નામની ૩૪ વર્ષીય મહિલાને ઘરે તેના પતિ દ્વારા માર મારવામાં આવતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરાઈ હતી તેમ પોલીસે જણાવ્યું છે.

ફિનાઇલ પી જતા સારવારમાં

મોરબીના સામાકાંઠે ઇન્દિરાનગરમાં શિવમ હોસ્પિટલની પાછળના ભાગે રહેતા દિનેશભાઈ ગણેશભાઈ વાઘેલા નામના ૩૯ વર્ષીય યુવાને ફિનાઈલ પી લેતા તેને સિવિલે સારવાર માટે ખસેડાયો હતો અને બનાવને પગલે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા કારણ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.તેમ પોલીસસુત્રોએ જણાવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

રાજકોટના રાવલનગર વિસ્તારમાં રહેતા મનસુખભાઈ વકાભાઇ હાડા નામના ૮૩ વર્ષના વૃદ્ધ મોરબીના વીસીપરા નજીક આવેલ વૃદ્ધાશ્રમ પાસેથી બાઈકમાં જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો.જેમાં તેઓને ઈજા થતાં અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા.બનાવને પગલે હાલ બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદિયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.






Latest News