મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વેલકમ નવરાત્રી-2024 યોજાઇ


SHARE







મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વેલકમ નવરાત્રી-2024 યોજાઇ

મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા કેનાલ રોડ પર આવેલ કેશવ પાર્ટી પ્લોટ ખાતે વેલકમ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, બગથળા નકલંક મંદિરના મહંત દામજી ભગત, મોરબી મહિલા પોલીસ મથકના પીઆઇ પી.એચ. લખધીરકા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા આ તકે કલાકાર સીતાબેન રબારી, અવની ગૌસ્વામીના સુમધુર સ્વરના સથવારે અવનવાં ટ્રેડિશનલ ડ્રેસ સાથે મહિલાઓ, બાળકો તથા ભાઈઓ મન મૂકીને રાસની રમઝટ બોલાવી હતી. તો કોમેડિયન વિજૂડી અને રાજીયો ઉપસ્થિત રહ્યા હતા અને તેને હાસ્યની રમઝટ બોલાવી હતી. આ તકે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલે જણાવ્યું હતું કે, આગામી તા. 20 જાન્યુઆરી 2025ના રોજ તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં માં-બાપ વિનાની 21 દિકરીઓના લગ્નમાં કરાવવામાં આવશે તેના માટે જે ખર્ચ થશે તેમાં વેલકમ નવરાત્રિમાં થયેલ આવકનો ઉપયોગ કરવામાં આવશે. અને વધુમાં તેઓએ સમુહલગ્નમાં દાન આપવા તથા દાતા તરીકે નામ નોંધાવવા માટે મો. 9586052226 ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.






Latest News