વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક બાઇક ડિવાઈડર સાથે અથડાતાં ઇજા પામેલા યુવાનનું મોત​​​​​​​ 


SHARE







વાંકાનેર નજીક બાઇક ડિવાઈડર સાથે અથડાતાં ઇજા પામેલા યુવાનનું મોત 

વાંકાનેરથી મોરબી તરફ જવાના રસ્તા ઉપર નર્સરી ચોકડી પાસે બાઇક ડિવાઇડર સાથે અથડાયુ હતું જેથી બાઇક ચાલક યુવાનને ગંભીર ઇજાઓ થઇ હોવાના કારણે તેને સારવાર માટે લઈ ગયા હતા જોકે સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને હાલમાં મૃતકના ભાઈની ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર પરશુરામ પોટરી લાઈન પટેલવાડી પાછળના ભાગમાં રહેતા લલીતભાઈ પ્રભુભાઈ સિણોજીયા જાતે કોળી (ઉમર ૩૧) એ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે તેના ભાઈ મૃતક જીતેન્દ્રભાઈ પ્રભુભાઈ સિણોજીયા જાતે કોળી (ઉમર ૩૨) ની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેનો ભાઈ જીતેન્દ્રભાઈ તેના બીજા ભાઈ મનીષની માલિકીનું બાઇક નંબર જીજે ૩ ઇકે ૨૮૧૬ લઈને વાંકાનેરથી મોરબી તરફ જવાના રસ્તા ઉપર નર્સરી ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનું બાઈક ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાયું હતું જેથી કરીને તેને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી તેમજ હાથે પગે અને શરીરે પણ ઇજાઓ થઇ હોવાના કારણે તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને હાલમાં આ બનાવની વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News