મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાનાં નેકનામ-સખપર ગામની સીમમાંથી દારૂની નાની-મોટી 1,125 બોટલ સાથે એક પકડાયો: એકની શોધખોળ


SHARE





ટંકારા તાલુકાનાં નેકનામ-સખપર ગામની સીમમાંથી દારૂની નાની-મોટી 1,125 બોટલ સાથે એક પકડાયો: એકની શોધખોળ

ટંકારાના નેકનામ અને સખપર ગામની સીમમાં બાવળની કાટમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દારૂની નાની અને મોટી 1,125 બોટલ મળી હતી જેથી પોલીસે દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો અને એક શખ્સનું નામ સામે આવ્યું છે જેથી કરીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નેકનામ અને સખપર વચ્ચેની સીમ કલ્પેશ જેરામભાઈ રહે. કોઠારીયા તાલુકો રાજકોટ વાળાનો દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં બાવળની કાટમાં દારૂની રેડ કરી હતી ત્યારે આરોપી પાસેથી દારૂની નાની અને મોટી 1,125 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 2,14,400 નો દારૂ અને એક મોબાઈલ આમ કુલ મળીને 2,19,400 નો મુદામાલ કબજે કરેલ છે અને આરોપી કલ્પેશ જેરામભાઈની ધરપકડ કરી છે અને પ્રાથમિક પૂછપરછમાં આસિફ કડીવાર રહે. રાજકોટ વાળાનું નામ સામે આવ્યું છે જેથી કરીને પોલીસે બે શખ્સની એસએમે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News