મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના સરકારી જમીન ઉપર થયેલ દબાણની માપણી કરવા ડીએલઆરની ટિમ પહોચી


SHARE











મોરબીના સરકારી જમીન ઉપર થયેલ દબાણની માપણી કરવા ડીએલઆરની ટિમ પહોચી

મોરબીના લીલાપર ગામ નજીક સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હોવા અંગેની ફરિયાદ કરવામાં આવી હતી જેથી કરીને કલેક્ટર દ્વારા ડીએલઆર દ્વારા માપણી કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો જેથી કરીને ડીએલઆરની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને આગામી ત્રણ દિવસમાં તેનો રિપોર્ટ આવશે ત્યાર બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ ક્લાસિક પાર્ટી પ્લોટની બાજુમાં સરકારી જમીન ઉપર દબાણ થયું હોવા અંગેની મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા દ્વારા સરકારી વિભાગમાં અરજી કરવામાં આવી હતી જેના આધારે તપાસ કરવામાં આવી હતી અને જે તે સમયે મામલતદાર દ્વારા નોટિસો પણ આપવામાં આવી છે અને હાલમાં મામલતદારમાં દબાણનો કેસ ચાલી રહ્યો છે તેવામાં આ દબાણ ભાજપના આગેવાન અરવિંદભાઇ બારૈયા દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે

ગઇકાલે કલેક્ટર કે.બી ઝવેરીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સરકારી જમીન ઉપર કોઈપણ પ્રકારનું કોઈનું પણ દબાણ હશે તો તેને તોડી પાડવામાં આવશે અને કોઈની પણ શેહશરમ રાખવામાં આવશે નહીં અને કલેક્ટર દ્વારા સ્થળ ઉપર જઈને ડીએલઆરની માપણી કરવા આદેશ કરવામાં આવેલ હતો જેથી કરીને ડીએલઆરની ટીમ ત્યાં સ્થળ ઉપર માપણી કરવા માટે પહોંચી હતી અને ખરેખર સરકારી જમીન ઉપર કેટલું દબાણ છે તેના માટે ડીએલઆરની ટીમ દ્વારા માપણી કરવામાં આવી હતી અને આગામી ત્રણ-ચાર દિવસની અંદર તેમનો રિપોર્ટ તૈયાર થશે તેવું અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.




Latest News