હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં હોટલ પાસે બેઠેલા મિત્રો પાસેના હથિયારમાંથી મિસ ફાયરિંગ થતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં


SHARE











મોરબીમાં હોટલ પાસે બેઠેલા મિત્રો પાસેના હથિયારમાંથી મિસ ફાયરિંગ થતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં

મોરબીમાં હોટલ પાસે મિત્રો બેઠા હતા તે સમયે હથિયારમાંથી મિસ ફાયરિંગ થતાં ઇજા પામેલ યુવાનને સારવારમાં ખસેડાયો છે.

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલી હોટલ પાસે મિત્રો બેઠા હતા ત્યારે ત્યાં બેઠેલા મિત્રો પૈકીના એક વ્યક્તિ પાસે રહેલ હથિયારમાંથી ફાયરિંગ થયું હતું.જેથી કરીને યુવાનને પગના ભાગે ઇજા થઈ હોવાથી તેને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા છે અને આ બનાવની એ ડીવીજન પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળ અને હોસ્પિટલએ પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ હોથલ હોટલ પાસે મિત્રો બેઠા હતા ત્યારે ત્યાં હાજર રહેલા વ્યક્તિઓ પૈકીના એક વ્યક્તિ પાસે રહેલ હથિયાર જોતા હતા. તે સમયે કોઈપણ કારણોસર તે હથિયારમાંથી ફાયરિંગ થઈ ગયું હતું.જેથી કરીને એક વ્યક્તિને પગના ભાગે ઈજા થઈ હતી અને ઇજા પામેલા વ્યક્તિને સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને આ બનાવ અંગેની મોરબી સીટી એ ડીવીજન પોલીસને જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.ઇજાગ્રસ્ત વ્યક્તિ સારવાર હેઠળ હોય બનાવ કઈ રીતે બન્યો હતો..? તે દિશામાં તપાસ હાથ ધરી છે.તેની સાથો સાથ જે હથિયારમાંથી ફાયરિંગ થયું છે તે હથિયાર લાયસન્સ વાળું હતું કે કેમ..? તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

અત્રે નોંધનીય છે કે, મોરબીની અંદર "ફટકડી" રાખવાનો યુવાનો અને પૈસાદાર વર્ગમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે. જરૂર હોય કે કોઈ તરફથી ભય હોય કે ન હોય યેનકેન પ્રકારે શોર્ટકટ અપનાવીને કે અધિકારીઓનો "છેડો" ગોતીને કે "ખર્ચો" કરીને પણ કમરે ફટકડી બાંધીને પોતાની શાન સમજતા લોકોનો મોરબીમાં વધારો થઈ ગયો હોય ફટાકડીના લાઇસન્સો આપવામાં બ્રેક મારવી જરૂરી બની છે.






Latest News