ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક ડિવાઇડર સાથે ટાયર ઘસાઈને ફાટી જતાં કાર પલટી જતાં યુવાનનું મોત


SHARE







વાંકાનેર નજીક ડિવાઇડર સાથે ટાયર ઘસાઈને ફાટી જતાં કાર પલટી જતાં યુવાનનું મોત

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર વઘાસીયા ગામની સીમમાં આવેલ પેટ્રોલ પંપ સામેથી કાર લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની કારનું ટાયર ડિવાઇડર સાથે ઘસાતા ફાટી ગયું હતું જેથી કરીને કાર ચાલકે તેની ગાડીના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા કાર પલટી મારીને સર્વિસ રોડ ઉપર પડી હતી અને ત્યારે કાર ચાલક યુવાનને કપાળ તથા માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને પોલીસે મૃતક યુવાન સામે કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ઘૂટું ગામે આવેલ આંબેડકરનગરમાં રહેતા લાલજીભાઈ ઉર્ફે લલિતભાઈ માલાભાઈ રાઠોડ (57) એ તેના મૃતક દીકરા મયુરભાઈ લાલજીભાઈ રાઠોડ (30) ની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ વઘાસીયા ગામની સીમમાં જીઓ પેટ્રોલ પંપ અને કૈલાશ પેટ્રોલ પંપની વચ્ચેના ભાગમાંથી તેનો દીકરો મયુરભાઈ વર્ના ગાડી નંબર જીજે 36 એલ 4653 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની ગાડીની ડાબી સાઈડનું ટાયર ડિવાઇડર સાથે અથડાતા ઘસાઈને ટાયર ફાટી ગયું હતું જેથી કાર ચાલકે તેની ગાડીના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા ગાડી પલટી મારીને સર્વિસ રોડ ઉપર પડી હતી અને ત્યારે યુવાનને કપાળ અને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને ગાડીમાં પણ નુકસાની થયેલ હતી જે બનાવ સંદર્ભે મૃતકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News