ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં પુત્રવધુ ચાલી ગયેલ હોય આધેડે ઝેરી દવા પી લેતા મોત


SHARE







મોરબીમાં પુત્રવધુ ચાલી ગયેલ હોય આધેડે ઝેરી દવા પી લેતા મોત

મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે આધેડે ઝેરી દવા પી લેતાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ઘરની પુત્રવધુ કયાંક ચાલ્યા ગયેલા હોય તે બાબતનું લાગી આવતા તેઓએ ઉપરોક્ત પગલું ભરી લીધું હતું

મોરબીના માળિયા મીંયાણા તાલુકામાં આવેલા મોટા દહીંસરા ગામે રહેતા જયંતીભાઈ છગનભાઈ કાંજીયા જાતે પટેલ નામના ૫૭ વર્ષીય આધેડે તેઓના ગામ મોટા દહીંસરા ખાતે તેમના ઘેર ઝેરી દવા પી લીધી હતી અને તેઓના મોઢામાંથી ફીણ નિકળતા હોય તે દરમ્યાનમાં તેઓના કૌટુંબિક સગા જયેશભાઈ મગનભાઈ કાંજીયા તેમના ઘેર આવતા તેઓને માળિયાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડયા હતા અને ત્યાંથી જયંતિભાઇને વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જો કે ગઈકાલ સાંજે પાંચેક વાગ્યાના અરસામાં ટૂંકી સારવાર દરમિયાન જયંતીભાઈ છગનભાઈ કાંજીયા નામના ૫૭ વર્ષીય પટેલ આધેડનું મોત નિપજ્યું હતું.આ બનાવની જાણ થતાં માળીયા પોલીસે નોંધ કરીને આગળની તપાસ કરતા ખુલ્યુ હતુ કે જયંતીભાઈ કાંજીયાના પુત્રવધૂ કે જેઓ મોરબી રહેતા હોય અને મોરબી રહેતા પુત્રવધુ કોઈને કંઈ કહ્યા વગર ઘર છોડીને ક્યાંક ચાલ્યા ગયા હોય તે બાબતનું મનોમન લાગી આવતા જયંતિભાઇએ અંતિમ પગલું ભરી લેતા તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજયું હતું. માળીયા પોલીસ મથકના એચ.એમ.મકવાણા તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ પાસે ડમ્પર ચાલકે રોંગ સાઈડમાં પોતાનું ડમ્પર નંબર જીજે ૧૨ બીએફ ૯૫૪૪ ચલાવીને ફૂલ સ્પીડમાં આવીને સામેથી આવી રહેલ ટેન્કર નંબર જીજે ૧૨ બી ડબલ્યુ ૭૭૯૧ સાથે ભટકાતા અકસ્માતે વાહનમાં આગ લાગી ગઈ હતી જેથી કરીને આગ લાગતા વાહન સંપૂર્ણ બળીને ખાખ થઇ જતાં તેમાં નુકસાન થયેલ છે અને ડમ્પર ચાલક પોતાનું વાહન મૂકીને નાશી ગયેલ છે માટે ટેન્કરના ચાલક રોહિતભાઈ ધનજીભાઈ આગરીયા જાતે આહીર (ઉમર ૨૫) રહે.અંતરજાળ તા.ગાંધીધામ વાળાએ ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ શરૂ કરે છે.






Latest News