માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ મોરબી વાંકાનેર હાઇવે ઉપર બાપાસીતારામની મઢુલી પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં આધેડનું મોત મોરબીના ઘૂટું ગામે વાસણ માંજવાની ના પાડતા સાસુને પુત્રવધૂએ માર માર્યો, મારી નાખવાની ધમકી મોરબીના અદેપર ગામે ડેમના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 1,37 લાખનો મુદામાલ કબ્જે: વાંકાનેર તાલુકામાં 5 બોટલ દારૂ સાથે એક પકડાય ટંકારા નજીક ગ્રાન્ડ વીરાટા ગાડીના ચાલકે અચાનક વળાંક વાળી લેતા બાઇકને હડફેટે લીધું: ઇજા પામેલ યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

એક મુઠ્ઠી મગ સાથે યજ્ઞ: ટંકારાના લખધીરગઢ ગામની શાળામાં વિદ્યાર્થીઓના જન્મદિવસની  અનોખી ઉજવણી


SHARE











એક મુઠ્ઠી મગ સાથે યજ્ઞ: ટંકારાના લખધીરગઢ ગામની શાળામાં વિદ્યાર્થીઓના જન્મદિવસની   અનોખી ઉજવણી

ટંકારા તાલુકાના લખધીરગઢ પ્રાથમિક શાળાના શિક્ષકા જીવતીબેને વિદ્યાર્થી જીયાનના જન્મદિવસથી નવો પ્રયોગ શરૂ કર્યો. આજે જીયાનભાઈના જન્મદિવસ નિમિત્તે ચોકલેટના બદલે 'એક મુઠ્ઠી મગ' જે બાફેલા કે ફણગાવેલા હોય. આવા આરોગ્યપ્રદ મગનું સેવન કરવાથી બાળકોનું પ્રોટીન લેવલ જળવાઈ રહે, બાળકોને તંદુરસ્તી સારી રહે, સ્વસ્થ તનમાં  સ્વસ્થ મન રહે અને બાળકો સારી રીતે ભણી શકે. આરોગ્યની જડીબુટ્ટીમાં કહેવાય છે ને કે "મગ કહે હું લીલો દાણો મારે માથે ચાંદું, મારું સેવન રોજ કરો તો માણસ ઊઠાડું માંદુ" જ્યારે શાળામાં અભ્યાસ કરતા બાળકો તો તંદુરસ્ત છે અને તંદુરસ્ત બાળકો એક મુઠ્ઠી મગનું સેવન કરે તો એમને તંદુરસ્તી વધારે સારી બને. આજકાલ આપણે જોઈએ કે બાળકોમાં થોડું કુપોષણનું પ્રમાણ વધતું જાય છે ત્યારે આ એક મુઠ્ઠી મગનો પ્રયોગ બાળકોને તંદુરસ્તી બક્ષશે જેના કારણે એમની શીખવાની ક્ષમતામાં પણ વધારો થશે. આરોગ્યની જાળવણી સાથે બાળકોમાં આધ્યાત્મિક મૂલ્યોની ખીલવણી થાય તેથી જીયાન ભાઈના જન્મદિવસ નિમિત્તે શાળામાં રિસેસના સમયે યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.






Latest News