અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે સ્કૂટરને ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત પિતા-પુત્રી સારવારમાં


SHARE





મોરબીના લાલપર પાસે સ્કૂટરને ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત પિતા-પુત્રી સારવારમાં

મોરબીના લાલપર પાસે નેશનલ હાઈવે રોડ ઉપર અજાણ્યા ટ્રક ડમ્પરના ચાલકે તેઓના સ્કૂટરને પાછળથી ઠોકર મારતા અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલા પિતા પુત્રીને સારવારમાં લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ત્યાંથી નાશી ગયેલ હતો જેથી હાલમાં વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર આવેલ લાલપર ગામ પાસે બહુચર એન્જિનિયરિંગ સામેથી મોરબીના સોઑરડી વિસ્તારમાં આવેલ મારુતિ પ્લોટમાં રહેતા ધનજીભાઈ દેવજીભાઈ જાદવ (67) તેમની દીકરી દુર્ગાબેન સાથે સ્કૂટર નંબર જીજે 36 કયું 5354 લઈને વાંકાનેરના મહિકા ગામે તેઓના ભાણેજ રોહિતભાઈની ખબર પૂછવા માટે જતા હતા ત્યારે નેશનલ હાઈવે રોડ ઉપર અજાણ્યા ટ્રક ડમ્પરના ચાલકે તેઓના સ્કૂટરને પાછળથી ઠોકર મારતા અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીને માથા, કપાળ, જમણી આંખની બાજુમાં, જમણા ખભામાં અને જમણા પગના સાથળના ભાગે ઈજાઓ થયેલ હતી તેવી જ રીતે તેમની દીકરી દુર્ગાબેનને જમણા પગની ટચલી આંગળી, ઘૂંટી, ડાબા હાથની ટચલી આંગળી તથા પીઠના ભાગે ઇજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્ત પિતા પુત્રીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માત સર્જીને અજાણ્યો ડમ્પરનો ચાલક ત્યાંથી પોતાનું વાહન લઇને નાશી ગયો હતો જેથી કરીને ભોગ બનેલ વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News