મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની સનફલોરા હાઇટ્સમાં પરિવારના સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો: હિન્દુ તહેવારોની ઉજવણી માટે કર્યું આયોજન


SHARE







મોરબીની સનફલોરા હાઇટ્સમાં પરિવારના સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો: હિન્દુ તહેવારોની ઉજવણી માટે કર્યું આયોજન

મોરબીમાં આવેલ સનફલોરા હાઇટ્સમાં રહેતા ૧૦૨  પરિવારના સ્નેહ મિલનનું આયોજન સનફલોરા ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું અને ત્યારે પ્રમુખ ભાવિન અમૃતિયા અને ઉપપ્રમુખ સંકેત ભાલોડીયાના પ્રયત્નથી હિન્દુ ઉત્સવની ભાવભેર ઉજવણી થાય, પરીવાર ભાવનાથી દરેક કુટુંબ જોડાઈ તેવા ઉમદા હેતુથી સનફલોરા હાઈટ્સના પ્રમુખ મહેશભાઈ ઘોડાસરા અને કારોબારી સમિતિની અનુમતિથી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક પરિવારનો પરિચય આપવામાં આવેલ હતો જેથી એકબીજાને ઓળખતા થાય અને પ્રમુખ સ્થાનેથી મહેશભાઈએ સનફલોરા હાઈટ્સના નિયમોની જાણકારી આપી હતી અને દરેક સભ્ય પોતાના પરિવાર માટે નિયમોનું પાલન કરે અને પરિવાર ભાવનાથી એક બની નેક બની એકબીજાને મદદરૂપ બને તે બાબતે દરેક પરિવારને વિનંતી કરી. ત્યારે જયસુખભાઇ મેંદપરાએ મતદાર યાદી સુધારણા કાર્યક્રમની જાણકારી આપી હતી અને સરડવા મણીભાઈએ સનફલોરા હાઈટ્સના તમામ સભ્યો પોતાના કાર્યક્ષેત્રમાં મદદરૂપ બની સનફલોરાની પરિવાર ભાવના મજબૂત બનાવે તેવી લાગણી વ્યકત કરી હતી. અને ઉપપ્રમુખ કેતનભાઈ ભાલોડિયાએ આભાર વિધિ કરી હતી આ કાર્યક્રમનું સંચાલન કિશોરભાઈ કકાસણીયાએ કર્યું હતું.






Latest News