મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની માણેક સોસાયટીમાં બંધ મકાનના તાળાં તોડીને 70 હજારની ચોરી


SHARE







મોરબીની માણેક સોસાયટીમાં બંધ મકાનના તાળાં તોડીને 70 હજારની ચોરી

મોરબીના રવાપર રોડ ઉપર માણેક સોસાયટીમાં રહેતા યુવાનના રહેણાંક મકાનને અજાણ્યા બે શખ્સ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. અને ઘરના તાળા તોડીને ઘરમાં પ્રવેશ કરીને રોકડા 70,000 ની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ માણેક સોસાયટીમાં રહેતા હિતેનભાઈ અરવિંદભાઈ પલાણ (45)એ હાલમાં અજાણ્યા બે શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે માણેક સોસાયટીમાં આવેલ તેમના રહેણાંક મકાનને બંધ હતું ત્યારે અજાણ્યા શખ્સ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું અને તેના ઘરના દરવાજાના તાળા તોડીને ઘરની અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઘરમાં રાખવામાં આવેલ કબાટમાંથી રોકડા રૂપિયા 70,000 ની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News