વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબી યાર્ડમાં જે ખેડૂતોનો કપાસ બળી ગયો તેને તાત્કાલિક વળતર આપો: કે.ડી.બાવરવા


SHARE







મોરબી યાર્ડમાં જે ખેડૂતોનો કપાસ બળી ગયો તેને તાત્કાલિક વળતર આપો: કે.ડી.બાવરવા

મોરબી માર્કેટિંગ યાર્ડમાં લાગેલ આગમાં જે ખેડૂતોનો કપાસ બળેલ છે તેઓને તાત્કાલિક પેમેન્ટ ચુકવવામાં આવે તેવી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવામુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરેલ છે

મોરબી માર્કેટિંગ યાર્ડમાં પડેલ કપાસમાં આગ લાગી હતી જેથી કરીને આગમાં ખેડૂતોનો કપાસ બળી ગયો છે જેથી કરીને ખેડૂતોના કપાસનો વીમો તો યાર્ડ દ્વારા લેવામાં આવેલ હશે ? તો તેને વીમાનું વળતર મળશે. પરંતુ આ પૈસા મળતા વાર લાગશે. તો હાલમાં દિવાળી તહેવારમાં પૈસાની જરૂરત હોય તેમજ ખેડૂતોને શિયાળુ વાવેતર કરવા તેમજ તહેવારમાં પૈસાની જરૂરત હોય તેઓને તાત્કાલિક વીમો ન મળી શકે તે માટે યાર્ડ દ્વારા હાલમાં પેમેન્ટ કરી આપવામાં આવે અને જયારે વીમો આવે ત્યારે તે યાર્ડના ખાતામાં જમા કરવામાં આવે તેવું આયોજન કરી ખેડૂતોને તાત્કાલિક પેમેન્ટ ચુકવવાની માંગ કરેલ છે 




Latest News