વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

દિવાળી પહેલા ગેસના ભાવની હોળી: મોરબીના સિરામિકમાં વપરાતા ગેસના ભાવમાં 11.66 રૂપિયાનો વધારો ઝીકયો


SHARE







દિવાળી પહેલા ગેસના ભાવની હોળી: મોરબીના સિરામિકમાં વપરાતા ગેસના ભાવમાં 11.66 રૂપિયાનો વધારો ઝીકયો

મોરબીમાં ઉદ્યોગકારોને ગેસના ભાવમાં વધારાનો ડામ આપવામાં આવેલ છે અને 1 નવેમ્બરે રાતે 12 વાગ્યેથી ગુજરાત ગેસ (GUJARAT GES) કંપની દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં 11.66 રૂપિયાનો વધારો કરવામાં આવેલ છે અને ટેક્સ સાથે હવે અહીના ઉધ્યોગકારોને પ્રતિ ક્યુબિક મીટર ગેસના 62.96 રૂપિયા ચૂકવવા પડશે અને આ ભાવ વધારા પછી મોરબીના વિલા ટાઇલ્સ ઘણા કારખાના બંધ થાય તેવી શકયતા છે કેમ કે, જે ભાવ વધારો કરેલ છે તે સિરામિક ઉદ્યોગ સહન કરી શકે તેમ નથી ત્યારે સરકાર દ્વારા આ ઉદ્યોગને ટકાવી રાખવા માટે સહકાર આપવામાં આવે તેવી અહીના ઉદ્યોગકારોની લાગણી અને માંગણી છે

મોરબીના સિરામિક (CERAMIC) ઉધોગમાં ઇંધણ તરીકે વપરાતા નેચરલ ગેસના ભાવમાં ગેસ કંપની દ્વારા સતત અને રાતોરાત વધારો કરવામાં આવી રહ્યો છે જેથી સિરામિક ઉદ્યોગકારોની મુશ્કેલીઓ સતત વધી રહી છે કેમ કેમોટાભાગના ઉદ્યોગકારો એડવાન્સમાં ઓર્ડર લઈને વેપારીઓને માલ પૂરો પડતા હોય છે જેથી એડવાન્સમાં લેવામાં આવેલા ઓર્ડર ગેસના જુના ભાવ પ્રમાણે ટાઈલ્સની પડતર કીમત નક્કી કરીને લેવામાં આવ્યા હોય છે ત્યાર બાદ અચાનક જ ગેસના ભાવમાં વધારો ઝીકી દેવામાં આવતા ઉદ્યોગકારોને નફો તો દૂરની વાત છે ખોટ ખાઈને વેપાર કરવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થાય છે હાલમાં ગુજરાત ગેસ કંપની દ્વારા હાલમાં એમજીઓ અને નોન એમજીઓથી જે ગેસ મેળવવામાં આવે છે તેના ભાવમાં 11.66 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને ટેક્સ સાથે તે ભાવ વધારો થઈને ઉદ્યોગકારોને પ્રતિ કયુબિક મીટર ગેસ 62.96 રૂપિયા જેટલા ભાવથી આપવામાં આવશે અને જે ઉદ્યોગકારો કરાર વગર ગેસ લઈ રહયા છે તેને પ્રતિ કયુબિક મીટર ગેસના 66 રૂપિયા ચુકવવાના રહેશે

હજુ થો સમય પહેલા જ ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં 10.15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને હાલમાં 11.66 રૂપિયાનો ભાવ વધારો કરવા માટે ઈમેલ થી ગેસ કંપનીએ ઉદ્યોગકારોને જાણ કરી દીધેલ છે અને આ ભાવ વધારો સહન થઈ શકે તેમ ન હોવાથી ઘણા કારખાના આગામી પહેલી તારીખથી બંધ કરવામાં આવે તેઓ નવાઈ નથી અને છેલ્લાભાવ વધારાના લીધે મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર 200 કરોડથી વધુનું ભારણ વધી જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી છેલ્લા વર્ષોમાં વિશ્વ કક્ષાનો મોરબીનો સિરામિક ઉદ્યોગ મંદી અને મોંઘવારી સહિત કોરોના પછી પણ અડીખમ ઉભો છે જો કેગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે જે સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે




Latest News