મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ૮ મહિનામાં ૧૭ હજારથી વધુ લોકોએ આરટીઓની ફેસલેસ સેવાનો લાભ લીધો


SHARE











મોરબી જીલ્લામાં ૮ મહિનામાં ૧૭ હજારથી વધુ લોકોએ આરટીઓની ફેસલેસ સેવાનો લાભ લીધો

રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯ થી આધાર કાર્ડ થી ઓથેન્ટિકેશન કર્યા બાદ ફેસલિસ્ટ અરજી કરવાથી લોકોને ઘરે બેઠા આરટીઓને લગતી સેવાઓનો લાભ મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

જેમાં વાહનને લગતી કામગીરીમાં વાહન માલિકી તબદીલી, લોન ચડાવી કે કેન્સલ કરવી, સરનામું બદલવું, ડુપ્લીકેટ આર.સી. બુક મેળવવી તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સને લગતી કામગીરીમાં લાઇસન્સ રીન્યુઅલ, એડ્રેસ ચેન્જ, ડુપ્લીકેટ લાયસન્સ, નામમાં સુધારો વધારો, નવા ક્લાસનો ઉમેરો કરવો જેવી સેવાઓ ફેસલેસ તરીકે આપવામાં આવે છે.

જે અન્વયે મોરબી આરટીઓ કચેરી ખાતે વર્ષ ૨૦૨૪ ના છેલ્લા ૮ મહિનામાં વાહનને લગતી સેવાઓમાં ૭૨૦૭ અને ડ્રાઇવિંગ લાઇસન્સને લગતી સેવાઓમાં ૧૦,૭૭૨ મળીને કુલ ૧૭,૯૭૯ હજાર લોકોએ કચેરી આવ્યા વિના ફેસલેસ સેવાઓનો લાભ મેળવ્યો છે. વધુમાં આ સેવાઓ માટે https://parivahan.gov.in/parivahan/ ની વેબસાઈટનો લાભ લેવા મોરબી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News