મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ૩૪૬ ગામોમાં ખેડૂતોને થયેલ નુકસાનીનો તાગ મેળવવા ૨૯ ટીમની રચના


SHARE











મોરબી જિલ્લાના ૩૪૬ ગામોમાં ખેડૂતોને થયેલ નુકસાનીનો તાગ મેળવવા ૨૯ ટીમની રચના

મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિના પગલે ખેડૂતોના ઉભા પાક ધોવાઈ ગયા છે, ખેતી ક્ષેત્રે પહેલી નજરે જોતા વ્યાપક નુકસાન થવા પામ્યું છે.ત્યારે ખેતી ક્ષેત્રે થયેલા નુકસાન માટે ૨૯ ટીમની રચના કરી સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે.

મોરબી જિલ્લામાં શરૂઆતમાં પડેલા સારા વરસાદ અને પગલે સમગ્ર જિલ્લામાં ખરીફ પાકોનું સારું એવું વાવેતર કરવામાં આવ્યું હતું. થોડા સમય પહેલા જ ખેડૂતોના ખેતરોમાં લીલા મોલ લહેરાઈ રહ્યા હતા. રેડ એલર્ટને પગલે મોરબી જિલ્લામાં પડેલા અતિભારે વરસાદથી આ પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોના ખેતરોમાં ઉભેલો મોલ વરસાદી પાણી અને નદીના વહેણથી ધોવાઈ ગયો છે.

ત્યારે મોરબી જિલ્લામાં કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ૨૯ ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમમાં ગ્રામસેવક, આત્માના એટીએમ તથા બીટીએમ, બાગાયત મદદનીશ તેમજ સંબંધિત ગામના તલાટી મંત્રી અને સરપંચનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમ પર દેખરેખ રાખવા માટે સહ નોડલ તરીકે સંબંધિત તાલુકાના વિસ્તરણ અધિકારી (ખેતી)ને ફરજ સોંપવામાં આવી છે.

આ વિવિધ ટીમ દ્વારા ભારે વરસાદના પગલે ખેતી અને બાગાયતી પાકોમાં થયેલ નુકસાની માટે જિલ્લાના ૨૪૬ ગામોમાં સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે મોરબીમાં માળિયા તાલુકાના ૪૪ ગામો માટે ૫ ટીમ, હળવદ તાલુકાના ૬૭ ગામો માટે ૬ ટીમ, મોરબી તાલુકાના ૯૨ ગામ માટે ૬ ટીમ, ટંકારા તાલુકાના ૪૨ ગામ માટે ૫ ટીમ તેમજ વાંકાનેરના ૧૦૧ ગામ માટે ૭ ટીમ મળી જિલ્લાના ૩૪૬ ગામ માટે કુલ ૨૯ ટીમોની રચના કરવામાં આવી છે.




Latest News