મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

હળવદમાં રોંગ સાઈડમાં ટ્રેક્ટર ચલાવીને અકસ્માત સર્જીને વૃદ્ધનું મોત નિપજાવનાર સામે ગુનો નોંધાયો


SHARE











હળવદમાં રોંગ સાઈડમાં ટ્રેક્ટર ચલાવીને અકસ્માત સર્જીને વૃદ્ધનું મોત નિપજાવનાર સામે ગુનો નોંધાયો

હળવદમાં ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલ હીરોના શોરૂમની સામે રોડ ઉપર રોંગ સાઈડમાં ટ્રેક્ટર ટેન્કર લઈને આવેલ વાહન ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને ત્યારે વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતું અને હાલમાં મૃતકના દીકરાની ફરિયાદ લઈને પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

હળવદ તાલુકાના રણજીતગઢ ગામે રહેતા જયેશભાઈ હમીરભાઇ ધારીયા પરમાર (34)એ હાલમાં ટ્રેક્ટર ટેન્કર નંબર જીજે 36 જી 0335 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના પિતા હમીરભાઈ પ્રભુભાઈ ધારિયા પરમાર (60) પોતાનું બાઈક નંબર જીજે 13 આર 6856 લઈને ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલ હીરોના શોરૂમ પાસેથી પસાર થયા હતા ત્યારે રોંગ સાઈડમાં ટ્રેક્ટર ચાલકે પોતાનું વાહન લઈને આવ્યો હતો અને તેને ફરિયાદીના પિતાના બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો જેમાં બાઈક ઉપર જઈ રહેલા ફરિયાદીના પિતાને માથાના ભાગમાં ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને ટ્રેક્ટરના ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News