ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે બીમારીથી કંટાળીને વૃદ્ધાએ અણધાર્યું પગલું ભર્યું


SHARE







મોરબીના મહેન્દ્રનગર ગામે બીમારીથી કંટાળીને વૃદ્ધાએ અણધાર્યું પગલું ભર્યું

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતા વૃદ્ધાને માનસિક બીમારી તથા બીપી ની બીમારી હોય તેનાથી કંટાળીને પોતે પોતાના ઘરની અંદર એસિડ પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તે વૃદ્ધાનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતા લીલાબેન ધનજીભાઈ માકાસણા (62) પોતે પોતાના ઘરે હતા ત્યારે ત્યાં એસિડ પી જતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જોકે, સારવાર દરમિયાન તે વૃદ્ધાનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની પ્રકાશભાઈ અમૃતલાલ માકાસણા દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક વૃદ્ધાને 20 વર્ષથી માનસિક બીમારી હતી અને છેલ્લા 10 વર્ષથી બીપીની બીમારી છે જેથી બીમારીથી કંટાળીને પોતે પોતાના ઘરની અંદર આ પગલું ભરેલ છે તેવું મૃતકના પરિવારજન પાસેથી જાણવા મળેલ છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News