મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ટંકારાના ટોળ ગામે સરકારી જમીન ઉપર દબાણ-રસ્તાને બંધ કરનારની ધરપકડ


SHARE







ટંકારાના ટોળ ગામે સરકારી જમીન ઉપર દબાણ-રસ્તાને બંધ કરનારની ધરપકડ

ટંકારા તાલુકાનાં ટોળ ગામે સરકારી જમીનમાં મકાન અને કૂવો બનાવીને તેમજ રસ્તાને બંધ કરી નાખનારા શખ્સની સામે ટંકારાના મામલતદાર દ્વારા ફરિયાદ નોધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે હાલમાં લેન્ડ ગ્રેબિંગના ગુનામાં આરોપીની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના મામલતદાર નરેન્દ્ર પુંજાભાઇ શુકલ (ઉ.૫૫)એ ફતેમામદ જીવાભાઇ ગઢવાળા રહે. ટોળ તાલુકો ટંકારા વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, છેલ્લા દશેક વર્ષથી આજદીન સુધી ટંકારા તાલુકાનાં ટોળ ગામે આરોપીએ અમરાપર ગામ તથા ટોળ ગામના સીમાડે અમરાપર ગામ સર્વે નં.૧૧૬ વચ્ચેથી પસાર થતો જુનો માર્ગ આવેલ હોય છે તે જુના માર્ગ (રસ્તા) ઉપર આશરે ૧૦ વર્ષથી દબાણ કરી રસ્તો બંધ કરી દીધેલ છે તેમજ ટોળ ગામે સરકારી ખરબાની જમીનમા મકાન તથા કુવો બનાવી ગેરકાયદેસર કબ્જો કરી દબાણ કરેલ છે જેથી પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) વિધેયક ૨૦૨૦ ની કલમ ૩, ૪(૩), ૫(ગ) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ કેસની તપાસ કરતાં ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય અને તેની ટિમ દ્વારા હાલમાં આરોપી ફતેમામદ જીવાભાઇ ગઢવાળા (૬૦) રહે. ટોળ વાળાની ધરપકડ કરેલ છે






Latest News