મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

ટંકારાના વિરપર ગામે નવયુગ કોલેજ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ


SHARE







ટંકારાના વિરપર ગામે નવયુગ કોલેજ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ

નારી વંદન સપ્તાહ ઉજવણી અંતર્ગત મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વિરપર ગામે નવયુગ કોલેજ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન તાલુકા પંચાયત ઉપપ્રમુખ કિરણબેન જયેશભાઈ રાઠોડના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલાઓ માટે રોજગારલક્ષી યોજનાઓની માહિતી અંગે જાગૃતતા તથા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી, જિલ્લા રોજગાર અધિકારી મનીષાબેન સવનિયા, જિલ્લા ઉદ્યોગના અધિકારી દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું. સાથોસાથ જિલ્લા રોજગાર કચેરી દ્વારા મહિલાઓ માટેના રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦ થી વધારે કંપનીઓ ઉપસ્થિત રહી હતી અને ઉમેદવારોએ આ રોજગાર મેળાનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં નવયુગ કોલેજના ટ્રસ્ટી પી.ડી. કાંજીયા તેમજ બલદેવભાઈ સરસાવડીયા ઉપસ્થિત રહ્યા હતા.






Latest News