મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા રોજગાર સલાહકાર સમિતિની કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ


SHARE







મોરબી જિલ્લા રોજગાર સલાહકાર સમિતિની કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

મોરબી જિલ્લા રોજગાર સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા હતા અને મોરબી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આ બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં કલેકટર કે.બી. ઝવેરી દ્વારા જિલ્લામાં રોજગાર વાચ્છુંની નામ-નોંધણી અને રોજગાર કચેરી દ્વારા કરવામાં આવતી કામગીરીનો પ્રચાર પ્રસાર ગ્રામ્ય કક્ષા સુધી થાય તે અંગેની સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત મોરબી જિલ્લામાં કાર્યરત ઔધોગિક એકમોને જરૂરિયાત મુજબના સ્કીલ વર્કર મળી રહે તે માટે આઈ.ટી.આઈ. ને તે મુજબના શોર્ટ ટર્મ કોર્સ શરૂ કરવા જણાવ્યું  હતું.  

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જે. એસ.પ્રજાપતિ, જિલ્લા રોજગાર કચેરી અધિકારી મનીષાબેન સવનીયા, ઔધોગિક સ્વાસ્થ્ય અને સલામતી અધિકારી, લીડબેક મેનેજર, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મેનેજર, સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી પંચાયત, આઈ.ટી.આઈ મોરબી અને ટંકારાના આચાર્યઓ, મદદનીશ શ્રમ આયુક્ત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૨૯ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, યુ.એન. મહેતા આટર્સ કોલેજ, ભડીયાદ રોડ, નઝર બાગ રેલ્વે સ્ટેશન પાસે, મોરબી ખાતે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. જેથી ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે ત્યાં સ્વખર્ચે હાજર રહેવું. તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News