વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

ટંકારા-માળીયામાં ગુજરાત કિશાન સંગઠન દ્વારા પોલીસના પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે સીએમને કરાઇ રજૂઆત


SHARE







ટંકારા-માળીયામાં ગુજરાત કિશાન સંગઠન દ્વારા પોલીસના પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે સીએમને કરાઇ રજૂઆત

હાલમાં ગુજરાતના પોલીસ જવાનોના પગાર સહિતના પ્રશ્નો ઊભા છે ત્યારે પોલીસ જવાનોના પડતર પ્રશ્નોને ઉકેલવામાં આવે તેના માટે મોરબી જીલ્લામાં ટંકારા અને માળીયા ગુજરાત કિશાન સંગઠન દ્વારા કલેકટર મારફત સીએમને આવેદન પાઠવીને પોલીસના પ્રશ્નોને ઉકેલવાની માંગ કરેલ છે

હાલમાં ગુજરાત કિશાન સંગઠન દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં લખ્યું છે કેગુજરાતમાં પોલીસ તરીકે ફરજ બજાવતા મોટા ભાગના જવાનો ખેડૂત, મજુર અને પસુપાલાકોના દીકરા તેમજ દીકરોઓ છે અને પોલીસ જવાનો રાજ્યની શાંતિ સલામતી, જનતાના રક્ષણ કાજે ૩૬૫ દિવસ પરિવારની ચિંતા કર્યા વગર ખડેપગે રહે છે. તો પણ પોલીસ જવાનોને યોગ્ય પગાર અને ગ્રેડ પે મળતા નથી અને અન્યાય થતો હોય છે જેથી કરીને પોલીસ જવાનોની પડતર માંગણીઓ ઉકેલવી, પોલીસ જવાનોના ગ્રેડ-પેમાં માંગણી મુજબનો યોગ્ય વધારો કરી આપવોફરજ પરના કલાકો ફિક્સ કરવા, પોલીસ જવાનો પણ પોતાના પરિવાર સાથે રહી શકે તે માટે તેમને પુરતી રજાઓ આપવી વિગેરે પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે અને રાજ્ય સરકાર દ્વારા જવાનો અને તેમના પરિવારોના હિતમાં નિર્ણય લેવાઇ તેવી માંગણી કરેલ છે




Latest News