મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીની આદર્શ સોસાયટીમાં પ્લમ્બરને પાઇપ-ધોકા વડે માર મારનાર ત્રણ શખ્સોની ધરપકડ


SHARE











મોરબીની આદર્શ સોસાયટીમાં પ્લમ્બરને પાઇપ-ધોકા વડે માર મારનાર ત્રણ શખ્સોની ધરપકડ

મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ આદર્શ સોસાયટીમા પ્લમ્બીંગ કામ કરવા બાબતે યુવાનની સાથે ત્રણ શખ્સો દ્વારા બોલાચાલી કરવામાં આવી હતી અને બાદમાં ગાળો આપીને તેને પાઇપ અને ધોકા વડે માર માર્યો હતો જેથી યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરેલ છે

મોરબીના શકત શનાળા ગામ પાસે આવેલ ઘુડની વાડીમાં રહેતા કલ્યાણજીભાઇ ધરમશીભાઇ ડાભી જાતે દલવાડી (ઉ.૩૮)એ ધીરૂભાઇ આહિર, અશ્વિનભાઇ આહિર અને રાજકુમાર રહે. બધા મોરબી વાળની સામે તેને માર માર્યો હોવાની બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને લખાવ્યું હતું કે, મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ આદર્શ સોસાયટીમા પ્લમ્બીંગ કામ કરવા બાબતે ધીરૂભાઇ આહિર, અશ્વિનભાઇ આહિર અને રાજકુમારે તેની સાથે બોલાચાલી કરી હતી અને બેફામ ગાળો આપી હતી બાદમાં ધીરૂભાઇ આહિરએ લોખંડના પાઇપથી તેમજ અશ્વિનભાઇ આહિર અને રાજકુમારે સેન્ટ્રીંગના લાકડાના ટુકડા વડે આડેધડ મારમારીને પતાવી દેવાની ધમકી આપી હતી જેથી યુવાને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે આઇ.પી.સી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધયો હતો અને આ ગુનામાં પોલીસે હાલમાં ધીરૂભાઇ આહિર અને અશ્વિનભાઇ વાલાભાઈ મકવાણા જાતે આહિર રહે. શ્રીમદ સોસાયટી રાજનગર મોરબી અને રાજકુમાર રામદાસ ખાટકી રહે. આદર્શ સોસાયટી વાળાની ધરપકડ કરેલ છે






Latest News