મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીના ઘુટુ પાસે યુવાનને હડફેટે લઈને મોત નિપજાવનારા ટેલરે ચાલકની ધરપકડ


SHARE











મોરબીના ઘુટુ પાસે યુવાનને હડફેટે લઈને મોત નિપજાવનારા ટેલરે ચાલકની ધરપકડ

મોરબી નજીકના ઘુટુ ગામથી ઉંચી માંડલ ગામ તરફ જવાના રસ્તા ઉપરથી યુવાન પોતાનું બાઇક લઇને જતો હતો ત્યારે ટેલરના ચાલકે તેમને હડફેટે લીધો હતો જેથી કરીને યુવાનને ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું મોત નીપજયું હતું આ બનાવમાં મૃતક યુવાનના પિતાએ ટેલરના ચાલકની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસ દ્વારા હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના ઘૂટું ગામે રામકો વિલેજમાં રહેતા અને સિરામિકમાં મજુરી કામ કરતા જીતેન્દ્રભાઈ દિલીપભાઈ વાઘેલા જાતે કારડીયા રાજપુત (ઉંમર ૫૧)એ ટેલર નંબર આરજે ૧૯ જીએફ ૯૧૯૨ ના ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓનો દીકરો કુલદીપસિંહ પોતાનું મોટરસાયકલ નંબર જીજે ૩ એફઆર ૦૫૩૨ લઈને ઘૂટુંથી ઉંચી માંડલ તરફ જવાના રસ્તા ઉપર લાઈકોસ સિરામિક કારખાનાના ગોડાઉન પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકને ટેલરના ચાલકે અડફેટે લીધું હતું જેથી કુલદીપસિંહને ઇજાઓ થવાના કારણે તેનું મોત નીપજયું હતું જેથી કરીને પોલીસે ટેલર ચાલકની સામે ગુનો નોંધીને હાલમાં આરોપી ભાવરામભાઈ બાલારામ જાટ ચૌધરી (૪૦) રહે, આગોલય ગુડીનગર તાલુકો બાલકેશ્વર (રાજસ્થાન) વાળાની ધરપકડ કરેલ છે






Latest News