મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ૨૨ હજારથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરીને બન્યા આર્થિક સમૃદ્ધ


SHARE







મોરબી જિલ્લાના ૨૨ હજારથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરીને બન્યા આર્થિક સમૃદ્ધ

મોરબી જિલ્લો ઔદ્યોગિક રીતે વિશ્વભરમાં જાણીતો છે. સિરામિક, સેનેટરી, ઘડિયાળ, પેપરમીલ અને માટી ઉદ્યોગ સહિત અનેક ઉદ્યોગો અહીં ખૂબ વિકાસ પામ્યા છે, ત્યારે મોરબી જિલ્લો ખેતી ક્ષેત્રે પણ અગ્રેસર છે. મોરબી જિલ્લાના દાડમ સહિતના ફળ વિશ્વની બજારોમાં પણ એક્સપોર્ટ થાય છે. ત્યારે ખેતી ક્ષેત્રે પણ મોરબી જિલ્લાના ખેડૂતોએ પરસેવો પાડી કાઠું કાઢ્યું છે.


મોરબી જિલ્લામાં સરકારશ્રીની સહાય અને આત્મા (એગ્રીકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી અને ખેતીવાડી વિભાગના માર્ગદર્શન હેઠળ જિલ્લાના અનેક ખેડૂતો પરંપરાગત બની ગયેલી રાસાયણિક ખેતીને છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. સમગ્ર દેશ અને રાજ્યભરમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લાના ૨૨,૮૯૧ જેટલા ખેડૂતો ૧૫,૬૨૭ એકરમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આ ખેડૂતો પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજી આ ટકાઉ ખેતી પદ્ધતિ અપનાવી સારું આર્થિક ઉપાર્જન મેળવી રહ્યાં છે.વિગતે અંદાજિત આંકડાકીય બાબતોની છણાવટ કરીએ તો મોરબી તાલુકાના ૬,૪૩૫ ખેડૂતો ૪,૦૦૯ એકરમાં, ટંકારા તાલુકાના ૩,૦૨૨ ખેડૂતો ૨,૨૮૪ એકરમાં, વાંકાનેર તાલુકાના ૫,૭૯૧ ખેડુતો ૩,૯૧૦ એકરમાં, હળવદ તાલુકાના ૪,૮૨૨ ખેડૂતો ૩,૭૫૮ એકરમાં તેમજ માળિયા તાલુકાના ૨,૮૨૧ ખેડૂતો ૧,૬૬૬ એકરમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.

પ્રાકૃતિક ખેતી કરતા આ ખેડૂતોને આત્મા દ્વારા આર્થિક સહાયની સાથે પૂરતો સહકાર આપવામાં આવે છે. ઉપરાંત બાગાયત વિભાગ અને ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ સહાય પણ આપવામાં આવે છે. રાસાયણિક ખાતર કે જંતુનાશક દવા વિના થતી આ ખેતીમાં મુખ્ય ખેતી પાકની સાથે આંતરપાક પણ ઉગાડવામાં આવે છે. આવા ખેતી પાકો એકબીજાને પોષણ આપે છે. મુખ્ય ખેતી પાકનો ઉત્પાદન ખર્ચ સહજીવી પાકના ઉત્પાદન અને આવકથી નીકળી જાય છે. જ્યારે મુખ્ય પાક નફામાં મળે છે. પ્રકૃતિ અને ખેડૂત બન્ને માટે નફાકારક આ ખેતી પદ્ધતિ અપનાવી અનેક ખેડૂતો આગળ વધી રહ્યા છે.  






Latest News