મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં દિવ્યાંગો માટે વિવિધ જગ્યાઓએ મેડિકલ કેમ્પ યોજાશે; મેડિકલ સર્ટિફિકેટ કઢાવી શકાશે


SHARE







મોરબી જિલ્લામાં દિવ્યાંગો માટે વિવિધ જગ્યાઓએ મેડિકલ કેમ્પ યોજાશે; મેડિકલ સર્ટિફિકેટ કઢાવી શકાશે

મોરબી જિલ્લાના દિવ્યાંગજનો માટે સિવિલ હોસ્પિટલ મોરબી, તેમજ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગજનો માટે જિલ્લામાં વિવિધ સ્થળોએ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં દિવ્યાંગજનોના મેડિકલ સર્ટિફિકેટ કઢાવવાની કામગીરી કરવામાં આવશે.

આ કેમ્પ અનુસંધાને તા. ૧૬/૭ ના રોજ સવારે ૧૦.૩૦ થી ૦૧.૦૦ દરમિયાન સરકારી હોસ્પિટલ - વાંકાનેર ખાતે, તા. ૩૦/૭ ના રોજ સવારે ૧૦.૩૦ થી ૦૧.૦૦ દરમિયાન સામૂહિક આરોગ્ય કેન્દ્ર - માળીયા ખાતે તેમજ તા. ૧૩/૮ ના રોજ સવારે ૧૦.૩૦ થી ૦૧.૦૦ દરમિયાન નવજીવન વિકલાંગ સેવાશ્રય - હળવદ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિવિધ કેમ્પમાં સાયકોલોજિસ્ટ માટે પદ્મ કુંવરબા હોસ્પિટલ-રાજકોટ, સાયક્રાટીક ડૉ. પ્રજ્ઞાબેન સોરાણી અને ડૉ. દીપ ભાડજા, ઓર્થોપેડિક સર્જન ડૉ.પૂર્વ પટેલ, ડૉ.દિવ્યેશ જેતપરિયા, ડૉ.પાર્થ કણસાગરા અને ડૉ.સાગર હાંસલિયા, કાઉન્સેલરશ્રી ભાવેશ છાત્રોલા, ડી.ઇ.ઓ. દિવ્યેશ સીતાપરા સહિત નિષ્ણાંતો સેવા આપશે. મોરબી જિલ્લાના તમામ દિવ્યાંગજનોને મેડિકલ સર્ટિફિકેટ કઢાવવા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.






Latest News