મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના દેવગઢ ગામે શાળામાં વૃક્ષારોપણ-પર્યાવરણલક્ષી સ્પર્ધા યોજાઈ


SHARE







માળીયા (મી)ના દેવગઢ ગામે શાળામાં વૃક્ષારોપણ-પર્યાવરણલક્ષી સ્પર્ધા યોજાઈ

માળીયા (મી)માં આવેલ દેવ સોલ્ટ પ્રા.લી. તેમજ દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉન્ડેશન દ્વારા દેવગઢ (નવા) ગામની પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ અને પર્યાવરણ લક્ષી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા પર્યાવરણ વિશે જાગૃતિ, મહત્વ, ફાયદા અને ગેરફાયદા સમજાવવા માટે રાખવામા આવી હતી અને વકતૃત્વ, નિબંધ અને ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. અને સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને શિલ્ડ અને ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમ દરમ્યાન શાળાનો સ્ટાફ, ગામના અગ્રણી કાનાભાઈ સવસેટા અને દેવ સોલ્ટના પ્રતિનિધિ વિવેક ધૃણા, રમજાન જેડા તથા અમીત સવસેટા ઉપસ્થિત રહ્યા હતા.






Latest News