હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક ટ્રાન્સપોર્ટ નગર બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE







મોરબી નજીક ટ્રાન્સપોર્ટ નગર બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબીની આસપાસમાં બે હજાર કરતાં નાના મોટા કારખાના આવેલ છે જેમાં માલની હેરાફેરી માટે દરરોજ હજારોની સંખ્યામાં વાહનો દોડતા હોય છે. તેમ છતાં પણ મોરબીની આસપાસમાં ટ્રાન્સપોર્ટ નગરની કોઈ સુવિધા નથી જેથી કરીને સામાજિક કાર્યકર દ્વારા આ બાબતે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

મોરબી નજીકના વીરપર ગામે રહેતા સામાજિક કાર્યકર હસમુખભાઇ ગઢવી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, સિરામિક, સેનિટેશન, પેપર મીલ, પોલીપેક, ઘડિયાળ અને નળિયા સહિતના નાના મોટા બે હજાર જેટલા કારખાના મોરબીની આસપાસમાં આવેલ છે. જેમાં માલ લાવવા અને લઈ જવા માટે હજારોની સંખ્યામાં વાહનો દોડતા હોય છે જો કે, ટ્રક મૂકી શકાય તેવું કોઈ ટ્રાન્સપોર્ટ નગર આજની તારીખે પણ મોરબીમાં નથી જેથી કરીને ટ્રક ડ્રાઇવરો અને ક્લીનરને સુવિધા મળે તે માટે મોરબી નજીકના વિસ્તારમાં ટ્રાન્સપોર્ટનગર બનાવવામાં આવે અને ત્યાં પાણી સહિતની સુવિધા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. 






Latest News