મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો મોરબીનો સિરામિક ઉદ્યોગ યુએસ સહિતના દેશોમાં એક્સપોર્ટ માર્કેટ ગુમાવે તેવા તેવા સંકેત, કન્ટેનરના ડેમરેજ-સરચાર્જ સામે એક્સપોર્ટરો માટે રાહતના સમાચાર સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું !
Breaking news
Morbi Today

મોરબીની માળિયા વનાળીયા સોસાયટી-બહાદુરગઢ ગામે સાપ કરડી જતાં બે મહિલા સારવારમાં


SHARE











મોરબીની માળિયા વનાળીયા સોસાયટી-બહાદુરગઢ ગામે સાપ કરડી જતાં બે મહિલા સારવારમાં

મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા વૃદ્ધા તેમજ મોરબીના બહાદુરગઢ ગામે રહેતી મહિલાને રાત્રે દરમિયાન સાપ કરડી જવાની ઘટના બની હતી જેથી તે બંને મહિલાઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અને સિવિલ હોસ્પિટલના તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા ચંપાબેન દેવજીભાઈ સોલંકી (60) નામના વૃદ્ધાને તેઓ ઘરે હતા ત્યારે રાત્રિના સમયે પગે સાપ કરડી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

આવી જ રીતે મોરબી તાલુકાના બહાદુરગઢ ગામે રહેતા લીલાબેન રાહુલભાઈ વાઘેર (20) નામની મહિલાને ડાબા હાથે રાત્રિના સમયે સાપ કરડી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના રાજપર ગામે રહેતા મહેશ્વરસિંહ (46) નામનો યુવાન રાજપર થોરાળા વચ્ચે વાહનમાંથી નીચે પડી ગયો હતો. જેથી કરીને તેને ઈજા થતા ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના ચાચાપર ગામે રહેતા સુરેશભાઈ દેવજીભાઈ ચૌહાણ (45) નામનો યુવાન બાઈક લઈને ગામના બસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં રસ્તામાં તેનું બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જેમાં યુવાનને ઇજા થતાં સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.






Latest News