મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં ગુજરાત ગેસ કંપનીએ કર્યો 2.70 રૂપિયાનો વધારો


SHARE







મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં ગુજરાત ગેસ કંપનીએ કર્યો 2.70 રૂપિયાનો વધારો

મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં ગુજરાત ગેસ કંપની દ્વારા વધારો કરવામાં આવ્યો છે અને આજ સુધી જે ગેસ ઉદ્યોગકારોને 42.61 ના ભાવથી મળતો હતો તે ગેસ કાલથી 44.68 ના ભાવથી મળશે જેથી ગેસના ભાવમાં વધારો થતા સિરામિક ઉદ્યોગકારો માટે હાલમાં પડ્યા ઉપર પાટુ જેવો ઘાટ સર્જાયો છે.

મોરબીની આસપાસના વિસ્તારમાં લગભગ ૮૦૦ થી વધુ સિરામિકના નાના-મોટા કારખાના આવેલા છે તેમાં લાખો લોકોને રોજગારી મળી રહે છે આટલું નહીં પરંતુ સરકારને પણ કરોડો રૂપિયાનો ટેક્સ મોરબીના સિરામિક ઉદ્યોગમાંથી મળે છે જેથી આ ઉદ્યોગને વધુમાં વધુ ફાયદો થાય તે પ્રકારની વ્યવસ્થા જો સરકાર દ્વારા ગોઠવવામાં આવે તો ઉદ્યોગકારોને ફાયદો થાય અને રોજગારીમાં પણ વધારો થાય તેવી શક્યતાઓ છે પરંતુ વારંવાર ગેસના ભાવમાં વધારો કરવામાં આવે છે જેથી કરીને ઉદ્યોગકારોની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે.

મોરબી સીરામીક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસનો વપરાશ અગાઉ દૈનિક લાખો ક્યુબીક મીટર હતો જો કે, છેલ્લા ઘણા સમયથી હવે અહીના ઉદ્યોગકારો દ્વારા ગુજરાત ગેસ અને પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને ગુજરાત ગેસની ડિમાન્ડ હાલમાં પહેલા જેવી રહી નથી અને નેચરલ ગેસ આપતી ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં વધારો કરાયો છે અને તા 4/7/24 થી જ આ ભાવ વધારો લાગુ કરવામાં આવેલ છે જેથી કરીને તા 3 સુધી જે ગેસ 42.61 ના ભાવથી મળતો હતો તે ગેસ તા 4 થી 44.68 ના ભાવથી મળશે તેવી સિરામિક ઉદ્યોગકારો પાસેથી જાણવા મળેલ છે. 






Latest News