મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને બે વર્ષની સજા મોરબીમાં પોલીસને બાતમી આપતો હોવાની શંકાએ યુવાન ઉપર ફાયરિંગ કરીને મર્ડર મામલે હથીયાર આપનાર આરોપીની ધરપકડ વિકસતું વાંકાનેર, સમૃદ્ધ વાંકાનેર; લોકોને હરવા-ફરવા માટે મળશે જિલ્લાનો સૌથી મોટો નેહરુ ગાર્ડન મોરબી કલેક્ટરે વેણાસર ગામની મુલાકાત લઈ ગ્રામીણ વિકાસ અને સરકારી જમીનોની ફાળવણીના વિવિધ પ્રકલ્પોની સમીક્ષા કરી મોરબી મહાપાલિકાની ખાસ સામાન્ય સભામાં જુદીજુદી મિકલત દીઠા ઘન કચરા માટે માસિક અને ફાયરની ટિમ રેસ્ક્યુ માટે જાય તો તેના માટે ચાર્જ નક્કી કરાયા 13 મહિનાથી યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં રહેલા મોરબીના સાહિલ માજોઠીએ 2 મહિના બાદ માતા સાથે કરી વ્હોટ્સએપ કોલથી વાત મોરબીમાં કચરામાંથી ગેસ બનાવવા 13 એકર જમીન ઉપર 146 કરોડના ખર્ચે બનશે આધુનિક પ્લાન્ટ: જયંતિભાઈ પડસુંબિયા મોરબીમાં જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૦ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયાનગરમાં રહેતા યુવાને કોઈ કારણોસર અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE









મોરબીના ઉમિયાનગરમાં રહેતા યુવાને કોઈ કારણોસર અંતિમ પગલું ભરી લેતા મોત

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમિયાનગરમાં રહેતા યુવાને કોઈ કારણોસર તેના ઘરમાં ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા સોઓરડીની પાછળના વિસ્તારમાં આવેલ ઉમિયાનગરમાં રહેતા આશિષ લક્ષ્મણભાઈ સનુરા (૨૫) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર આજ તા.૩ ના રાત્રીના ત્રણ વાગ્યાના સમય પહેલા કોઇ સમયે પોતે પોતાના ઘરમાં હતો ત્યારે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.જેથી કરીને તેના મૃતદેહને તેના બનેવી જગદીશભાઇ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે જોઈ તપાસીને આશીષને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આપઘાતના આ બનાવ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવ અંગેની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માત

હળવદ તાલુકાના સુસવાવ ગામે રહેતા ધનજીભાઈ મહાદેવભાઇ દલવાડી (ઉંમર વર્ષ ૩૮) નામન યુવાનને સુસવાવ ગામના પાદરમાં હનુમાન મંદિર પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થવાથી ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા.ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.જોકે બનાવ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલો હોવાથી અકસ્માતના આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે.

બેલા પાસે અકસ્માત

મોરબીના બેલા નજીક આવેલ સિવાય પ્લાસ્ટિક ખાતે રહેતા એલબર મુકેશભાઈ (ઉંમર વર્ષ ૨૧) અને સંતોષ મોહનભાઈ ભુરીયા (૩૧) નામના બે યુવાનો બાઇકમાં ડબલ સવારીમાં બેલા રોડ વિવાન્ટા સિરામિક કારખાના પાસેથી પસાર થયા હતા.ત્યારે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બંનેને ઈજા થવાથી ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવ અંગેની પ્રાથમિક તપાસ એ.એમ.જાપડીયા દ્વારા કરવામાં આવી હતી અને બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માતનો બનાવ બન્યો હોવાનું જાણવા મળેલ છે.




Latest News