મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને બે વર્ષની સજા મોરબીમાં પોલીસને બાતમી આપતો હોવાની શંકાએ યુવાન ઉપર ફાયરિંગ કરીને મર્ડર મામલે હથીયાર આપનાર આરોપીની ધરપકડ વિકસતું વાંકાનેર, સમૃદ્ધ વાંકાનેર; લોકોને હરવા-ફરવા માટે મળશે જિલ્લાનો સૌથી મોટો નેહરુ ગાર્ડન મોરબી કલેક્ટરે વેણાસર ગામની મુલાકાત લઈ ગ્રામીણ વિકાસ અને સરકારી જમીનોની ફાળવણીના વિવિધ પ્રકલ્પોની સમીક્ષા કરી મોરબી મહાપાલિકાની ખાસ સામાન્ય સભામાં જુદીજુદી મિકલત દીઠા ઘન કચરા માટે માસિક અને ફાયરની ટિમ રેસ્ક્યુ માટે જાય તો તેના માટે ચાર્જ નક્કી કરાયા 13 મહિનાથી યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં રહેલા મોરબીના સાહિલ માજોઠીએ 2 મહિના બાદ માતા સાથે કરી વ્હોટ્સએપ કોલથી વાત મોરબીમાં કચરામાંથી ગેસ બનાવવા 13 એકર જમીન ઉપર 146 કરોડના ખર્ચે બનશે આધુનિક પ્લાન્ટ: જયંતિભાઈ પડસુંબિયા મોરબીમાં જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૦ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં સફાઈ કામદારના બોર્ડમાં ઉતીર્ણ થયેલા બાળકોને ઈનામ આપવા ઓનલાઈન અરજીઓ મંગાવાઈ


SHARE









મોરબીમાં સફાઈ કામદારના બોર્ડમાં ઉતીર્ણ થયેલા બાળકોને ઈનામ આપવા ઓનલાઈન અરજીઓ મંગાવાઈ

મોરબી જિલ્લા સહિત સમગ્ર રાજ્યના સફાઈ કામદારો અને તેમનાં આશ્રિત બાળકોમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨માં વર્ષ - ૨૦૨૪ માં ઉત્તીર્ણ થયેલા બાળકોને ઈનામ અને પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા ૧૫ જુલાઈ સુધીમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર (ગુજરાત સરકારનું જાહેર સાહસ) દ્વારા ધોરણ - ૧૦ અને ધોરણ - ૧૨માં વર્ષ - ૨૦૨૪ માં સમગ્ર રાજ્યનાં સફાઈ કામદારો અને તેમનાં આશ્રિત બાળકોમાં ઉત્તીર્ણ થયેલા બાળકોને ઈનામ અને પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરવાની યોજના અમલમાં છે. આ યોજના હેઠળ વર્ષ- ૨૦૨૪ માં ધોરણ ૧૦માં પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને અનુક્રમે .૪૧,૦૦૦, ૨૧૦૦૦ અને ૧૧,૦૦૦ ઉપરાંત ધોરણ ૧૨માં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને અનુક્રમે ૩૧,૦૦૦, ૨૧,૦૦૦ અને ૧૧,૦૦૦ રોકડ ઈનામ તરીકે નિગમ દ્વારા આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે કોઈ આવક મર્યાદા નથી.

આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ માત્ર સફાઈ કર્મચારીના આશ્રિત હોવા અંગેનું સમક્ષ અધિકારીનું પ્રમાણપત્ર તેમજ માર્કશીટની નકલ રજૂ કરવાની રહેશે. મોરબી જિલ્લામાં પાત્રતા ધરાવતા વ્યક્તિઓએ તારીખ ૧૫/૦૭/૨૦૨૪ સુધીમાં નિગમની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પર જરૂરી સાધનીક કાગળો અપલોડ કરી ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે વેબસાઈટની મુલાકાત લેવા અથવા કચેરી સમય દરમિયાન જિલ્લા મેનેજર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક (અ.જા.ક), કચેરી નં.૪૬/૪૭, જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી ખાતે કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.




Latest News