મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

માળિયા(મી) ત્રણ રસ્તા પાસેથી ૮૮૦ ગ્રામ ચરસ સાથે ત્રણ પકડાયા, બેની શોધખોળ: ૯.૪૭ લાખનો મુદામાલ જપ્ત 


SHARE











માળિયા(મી) ત્રણ રસ્તા પાસેથી ૮૮૦ ગ્રામ ચરસ સાથે ત્રણ પકડાયા, બેની શોધખોળ: ૯.૪૭ લાખનો મુદામાલ જપ્ત 

મોરબી જીલ્લામાં નશીલા અને માદક પદાર્થની મોટા પ્રમાણમા હેરાફેરી કરવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં કચ્છ-મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર માળિયાના ત્રણ રસ્તા પુલ ઉતરતા પુલના છેડા પાસેથી પસાર થતી કારણે રોકીને પોલીસે કારને ચેક કરી હતી ત્યારે કારમાથી ૮૮૦ ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ચરસ, કાર સહિતના ૯.૪૭ લાખના મુદામાલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરેલ છે અને અન્ય ત્રણ આરોપીઓને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા (મિ.) કચ્છ-મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર માળિયાના ત્રણ રસ્તા પુલ ઉતરતા પુલના છેડા પાસેથી પસર થતી એસક્રોસ કાર નં- જીજે ૧૨ ડીએસ ૨૮૦૪ ને રોકીને પોલીસે ચેક કરતાં તે કારમાથી ૮૮૦ ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે કારના મલિક દશરથ દિનેશભાઇ વ્યાસ જાતે બ્રામણ (ઉ-૩૩) રહે.આદીપુર ગુરૂકૃપા સસાયટી મેઘપર કુંભારડી પ્લઠ નં.- ૨૦૪ તાલુકો અંજાર અને કારમાં બેઠેલ વાસુદેવ ઉર્ફે વિવાન વાલજીભાઇ બારોટ(ગઢવી) (ઉ-૨૫) રહે. ડી-૨૨ ઈફ્કો કોલોની ઉદયનગર ગાંધીધામ મુળ ભાભર જીલ્લો બનાસકાંઠા અને શંકર ગોવાભાઇ ગરચર રબારી (ઉ-૨૧) રહે. મીંદીયાળા તાલુકો અંજાર વાળાની  ધરપકડ કરી હતી અને તેની પાસેથી પોલીસે ,૩૨,૦૦૦ ની કિંમતનું ૮૮૦ ગ્રામ ચરસ કબજે કર્યું હતું અને ચરસ, કાર, વજન કાંટો, પ્લાસ્ટિકની કોથળીઓ, મોબાઈલ ફોન અને રોકડા ૫૦૦૦ મળીને પોલીસે આરોપીઓ પાસેથી ,૪૭,૨૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે અને આ આરોપીઓએ યશ ગોવિંદભાઇ ગઢવી રહે. બ્રમ્હપુરી સોસાયટી માંડવી વાળા મારફતે જીવરાજ હરધોળ ગઢવી રહે. ચાગડાઇ તાલુકો માંડવી વાળા પાસેથી ચરસનો જથ્થો લીધો હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે પાંચ શખ્સોની સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એકટ કલમ ૮(સી),૨૦બી,(૨૯) મુજબ ગુનો નોંધીને ત્રણ આરોપીને ઝડપી લીધા છે અને બાકીના બે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News