મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં ભાઈની સાથે બોલાચાલી થતા કિશોરે અણધાર્યું પગલું ભર્યું


SHARE







મોરબીમાં ભાઈની સાથે બોલાચાલી થતા કિશોરે અણધાર્યું પગલું ભર્યું

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં પાવર હાઉસની પાછળના ભાગમાં રહેતા કિશોરે પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પાવર હાઉસની પાછળના ભાગમાં રહેતા ચંદુભાઈ સનુરાના 17 વર્ષના દીકરા વિશાલે પોતે પોતાના ઘરે હતો ત્યારે કોઈ કારણસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યા તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની તપાસ કરી રહેલા જે.જે. ડાંગર સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતુ કે, વિશાળને તેના ભાઈની સાથે બોલાચાલી થયેલ હતી જેથી તેને લાગી આવતા તેને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

ઇલેક્ટ્રીક શોર્ટ લગતા સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ સરકારી વાડી પાસે રહેતા રેસમાભાઈ ભોજાભાઇ ભટ્ટી નામના વ્યક્તિને ઘરે હતા ત્યારે ઘરે ઈલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.આર. સારદિયા કરી રહ્યા છે






Latest News