મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

ટંકારાના વીરવાવ ગામે વાડીએ સાપ કરડી જતાં બાળકી રાજકોટ સારવારમાં


SHARE







ટંકારાના વીરવાવ ગામે વાડીએ સાપ કરડી જતાં બાળકી રાજકોટ સારવારમાં

ટંકારા તાલુકાના વીરવાવ ગામે વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની સાત વર્ષની દીકરીને સાપ કરડી જતા તેને સારવાર માટે પ્રથમ ટંકારા ત્યાંથી મોરબી અને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના વીરવાવ ગામની સીમમાં આવેલ વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા હિતેશભાઈ ભીલની સાત વર્ષની દીકરી પાયલને વાડીએ હતી ત્યારે સાપ કરડી જતા તેને સારવાર માટે પ્રથમ ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને હાલમાં તે બાળકીને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે જોકે, આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ પટેલ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

શોર્ટ લગતા સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર સ્મશાન નજીક રહેતા રાજેશ વિનુભાઈ વસુનીયા (15) નામના બાળકને મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એવન્યુ સોસાયટી નજીક ઈલેક્ટ્રીક વાયરમાંથી શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસેને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે

મારા મારીમાં ઇજા

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં મોરબીમાં સર્કિટ હાઉસ સામે આવેલ વિદ્યુત નગર નજીક મફતિયાપરા વિસ્તારમાં રહેતા દશરથભાઈ ભુપતભાઈ વિકાણી (30) નામના યુવાનને ઇજા થવાથી ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ છે






Latest News