મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં દરબાર બોર્ડિંગ સામે ટ્રેનની હડફેટે ચડી ગયેલ યુવાનનું મોત


SHARE







મોરબીમાં દરબાર બોર્ડિંગ સામે ટ્રેનની હડફેટે ચડી ગયેલ યુવાનનું મોત

મોરબીમાં નટરાજ ફાટકથી આગળ દરબાર બોર્ડિંગ પાસેથી પસાર થતી ટ્રેનની ઝડપે ચડી જતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના આ બનાવની મૃતક યુવાનના દીકરાએ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે વિસ્તારમાં નટરાજ ફાટક પાસે આવેલ દરબાર બોર્ડિંગ પાસેથી ગત તા. 25/6 ના સવારે પોણા સાત વાગ્યાના અરસામાં ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે તે ટ્રેનની હડફેટે છેદીભાઈ હરિવંશરાય પટેલ (46) રહે. સોમલી તાલુકો હાટા જીલ્લો કૂશીનગર વાળાને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું. જે બનાવની મૃતકના દીકરા ઘનશ્યામભાઈ છેદીભાઈ પટેલ જાતે કુર્મી (23) રહે. સોમલી તાલુકો કપ્તાનગંજ જીલ્લો કૂશીનગર યુપી વાળાએ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

માળીયા તાલુકાના ખાખરેચી ગામે જુના બસ સ્ટેશન પાસે વરલી જુગારના આંકડા લેતા હોવાની હકીકત આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા એક શખ્સ મળી આવ્યો હતો જેની પાસેથી પોલીસે 300 ની રોકડ કબજે કરીને આરોપી હાર્દિકભાઈ કાંતિભાઈ ઉર્ફે બાબુભાઈ અઘારા જાતે પટેલ (27) રહે. ખાખરેચી તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરી છે.

દારૂના બે ચપલા સાથે એક પકડાયો

હળવદ તાલુકાના માણેકવાડા ગામથી ઓડ ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલ એક શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો. ત્યારે તેની પાસેથી દારૂના છ ચપલા મળી આવ્યા હતા જેથી પોલીસે 600 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી સવસીભાઇ પભાભાઇ કટોણા જાતે કોળી (20) રહે. માણેકવાડા ગામ તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News